સોનિયાને પત્ર લખનારા કોંગ્રેસી નેતા ફેરબદલથી ખુશ નથી
નવીદિલ્હી, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તાજેતરમાં પાર્ટીમાં મોટા સંગઠનાત્મક પરિવર્તન કર્યા છે. પાર્ટીમાં તેને લઇ લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી કોંગ્રેસના ૨૩ વરિષ્ઠ નેતાઓએ પાર્ટી નેતૃત્વને પત્ર લખી પરિવર્તન અને સંગઠનને સ્થાયી નેતૃત્વ પર નિર્ણય લેવાની માંગ કરી હતી પાર્ટીમાં કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તન તો થયા પરંતુ તેનાથી પત્ર લખનારા કોંગ્રેસી સંતુષ્ઠ નથી. જાણકારી અનુસાર પાર્ટીમાં પરિવર્તનની માંગ રાખનારા મોટાભાગના નેતા કોંગ્રેસના આ ફેરબદલથી નારાજ છે નામ ન લખવાની શરત પર એક કોંગ્રેસની નેતાએ કહ્યું કે પાર્ટીમાં આ ફેરબદલ કોંગ્રેસ નેતૃત્વને લખવામાં આવેલ તેમના પત્રમાં રાખવામાં આવેલ ચિંતાઓની કોઇ પણ રીતે સંબંધિત કરતો નથી તેમણે કહ્યું કે આ ફેરબદલ ખુબ નિરાશાજનક છે અને અમે તેનાથી ખુબ નારાજ છીએ. તેમાં કોંગ્રેસ નેતૃત્વ તરફથી પાર્ટીના પુનરૂધ્ધાર માટે કોઇ પ્રયાસ થતો હોય તેવું દેખાઇ રહ્યું નથી.
પત્ર લખનારાઓમાં સામેલ રહેલ એક વરિષ્ઠ નેતાએ પાર્ટીમાં ફેરબદલને નિરર્થક પ્રયાસ બતાવ્યો તેમણે કહ્યું કે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે શનિવારની બેઠકમાં અનેક નવા લોકો સામેલ થયા કહેવાય છે કે ફેરબદલથી અસંતુષ્ઠ પત્ર લખનારા નેતાઓને કોંગ્રેસ વર્કિદ કમિટિ સીડબ્લ્યુસીમાં સભ્યોની પસંદગી માટે ચુંટણી પ્રક્રિયાની માંગ કરી છે. એ યાદ રહે કે સીડબ્લ્યુસી કોંગ્રેસ પાર્ટીમાં નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા છે.
કોંગ્રેસ નેતા આઝાદ મુકુલ વાસનિક આનંદ શર્મા અને જિતિન પ્રસાદને કાર્યસમિતિમાં યથાવત રાખવામાં આવ્યા છે માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ સમાધાનના હેતુને ધ્યાનમાં રાખી આ કહેવાતા નારાજ કાર્યકર્તાઓને લઇ આ નિર્ણય લીધો છે.જાે કે ફેરબદલથી અસંતુષ્ઠ નેતા હજુ હાર માનવાના મુડમાં નથી હાલ તે સંસદના ચોમાસુ સત્ર પર ફોકસ કરી રહ્યાં છે નેતાઓનું કહેવુ છે કે ચોમાસુ સત્ર પુરૂ થયા બાદ અને રૂટીન ચેકઅપ માટે યુએસ ગયેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાછા ફરશે ત્યારે તેઓ ફરીથી આ મુદ્દાને તેમની સમક્ષ રજુ કરી શકે છે.HS