સોનિયા અને શરદ પવારે સત્તા માટે સોદાબાજી કરી:અમિત શાહ
નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસનાં મહા અઘાડી વિકાસ ગઠબંધન દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ સવાલ ઉઠાવ્યા છે. અમિત શાહે કોંગ્રસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી છે.
તેમણે આરોપ લગાવ્યો કે 56 બેઠકો મેળવનારી શિવસેનાને મુખ્ય પ્રધાન પર આપીને તેમનું સમર્થન મેળવ્યું છે.શાહે કહ્યું કે આ રાજનૈતિક શોદાબાજી નથી તો બીજુ શું છે. અમિત શાહ આટલાથી જ ના અટક્યા,તેમણે કહ્યું કે શિવસેના અને બિજેપી ગઠબંધન કરીને ચુટણી લડ્યા હતાં.મહારાષ્ટ્રની જનતા સરકારે બંને પાર્ટીઓને સમર્થન આપ્યું હતું પરંતું જ્યારે સરકાર બનાવવાનો વારો આવ્યો તો તેમણે ગઠબંધન તોડી નાખ્યું અને અલગ જ વિચારધારાવાળી પાર્ટી સાથે મિલાવી લીધો. જ્યારે અજીત પવારે બિજેપીને સમર્થન આપ્યું તો લોકો તેના પર હોયતૌબા મચાવવા લાગ્યા.જ્યારે અસલી અનૈતિક ફેંસલો તો શિવસેનાએ કર્યો છે.જેના પર કોઇ સવાલ ઉઠાવી રહ્યું નથી.મહારાષ્ટ્રની જનતા આ સમજી રહી છે.