સોનિયા ગાંધીને આ બધુ જોઇને તકલીફ કેમ થઇ રહી નથી: કંગના

મુંબઇ, કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે વિવાદ ખુબ તુલ પકડી રહ્યો છે બીએમસીએ કંગનાની ઓફિસ તોડયા બાદ તે ખુબ નારાજ છે.તે સતત આ વખતે ટ્વીટ્સ કરી રહી છે હવે તેણે બાલા સાહેબની એક જુની વીડિયો શેયર કરી છે.આ સાથે લખ્યું છે કે ગ્રેટ બાલા સાહેબ મારા ફેવરિટ આઇકન હતાં આ સાથે જ તેમણે સોનિયા ગાંધી માટે પણ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે શું તેમણે આ બધુ જાેઇ તકલીફ થતી નથી. કંગનાએ વીડિયો ટ્વીટ કરી લખ્યું ગ્રેટ બાલા સાહબ ઠાકરે,મારા ફેવરિટ આઇકન્સથી એક હતાં તેમને સૌથી મોટો ડર હતો કે શિવસેના કોઇ દિવસે ગુટબંધન કરી લેશે અને કોંગ્રેસ બની જશે હું જાણવા માંગુ છુ ં કે પોતાની પાર્ટીની આ દશા જાેઇ તેમને આજે શું મહેસુસ થઇ રહ્યું હશે આ વીડિયો ત્યારે ખુબ વાયરલ થઇ જયારે મહારાષ્ટ્રમાં ભાજપનો સાથ છોડી શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની સાથે મળી સરકાર બનાવી.
![]() |
![]() |
એટલું જ નહીં કંગનાએ સોનિયા ગાંધી માટે પણ ટ્વીટ કર્યું કે એક મહિલા હોવાને કારણે શું તેમને તકલીફ થઇ રહી નથી કે કંગનાની સાથે મહારાષ્ટ્ર સરકાર આવો વ્યવહાર કરી રહી છે. કંગનાએ સવાલ કર્યો કે શું તમે પોતાની પાર્ટીથી કહી શકો નહીં કે તે બંધારણના સિધ્ધાંતોને બનાવી રાખે જે આપણને ડોકટર આમ્બેડકરે આપ્યા હતાં. ગત દિવસોમાં બીએમસીએ કંગનાના મુંબઇ ઓફિસમાં ગેરકાયદેસર નિર્માણ બતાવી ખુબ તોડફોડ કરી હતી કંગના ત્યારબાદથી ખુબ નારાજ છે.ગુસ્સામાં તેણે ઉદ્વવ ઠાકરેની વિરૂધ્ધ વીડિયો ટ્વીટ કર્યું જેમાં તેમણે ઉદ્વવ ઠાકરેને સખ્ત ભાષામાં સંદેશ મોકલ્યો હતો તેમણે કહ્યું હતું કે આજે મારૂ ઘર તુટયું છે કાલે તમાર ધમંડ તુટશે.ત્યારબાદ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની વિરૂધ્ધ ખોટી ભાષાનો ઉપયોગ કરવા પર તેમની વિરૂધ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
કંગના બોમ્બે હાઇકોર્ટમાં બીએમસીની વિરૂધ્ધ અરજી આપી હતી જેના પર સુનાવણી ટાળી દેવામાં આવી છે કંગના પોતચાની ઓફિસની સમીક્ષા લેવા પણ ગઇ હતી તુટેલી ઓફિસ જાેઇ તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી ત્યારબાદ કંગનાએ ટ્વીટ કરી કહ્યું હતું કે તેની પાસે ઓફિસ રેનોવેટ કરવા માટે પૈસા નથી અને તે તુટેલી ફુટેલી ઓફિસથી જ કામ કરશે.HS