સોનિયા ગાંધીને કહ્યું વધારે પડતી દખલ દેવાની હાલ કોઇ જરૂર નથી
નવીદિલ્હી: પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ બળજબરીપૂર્વક પંજાબ સરકાર અને પંજાબની રાજનીતિમાં દખલ કરવાની જરૂર નથી. હાઇકમાન્ડે સમજવાની જરૂર છે કે પંજાબની પરિસ્થિતિ અત્યારે અનુકૂળ નથી અને આવું કરવાથી પાર્ટી અને સરકાર બંનેને નુકસાન થઈ રહ્યું છે. એ યાદ રહે કે છેલ્લા ઘણા સમયથી પંજાબમાં સીએમ અમરિન્દર સિંહ અને પાર્ટીના નેતા નવજાેત સિંહ સિદ્ધુ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. બંને વચ્ચે ચાલી રહેલા જઘડા વચ્ચે પાર્ટી વારંવાર બેઠક પર બેઠક કરી રહી છે. નવજાેત સિંહ સિદ્ધુ ઘણીવાર દિલ્હીમાં આવીને ગાંધીપરિવાર સાથે મુલાકાતો કરીને ગયા છે. એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવવાનો નામ નથી લઈ રહ્યો એવામાં અમરિન્દર સિંહે પત્ર લખીને કોંગ્રેસમાં ભડકાને જન્મ આપ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
પંજાબ કોંગ્રેસનો વિવાદ યથાવત છે. સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન અને કેપ્ટન અમરિન્દરને સીએમ બનાવી રાખવાની ફોર્મ્યુલા અપાઈ હોવાની ખબર આવી હતી પરંતુ સાંજ સુધીમાં તો તે અચાનક પલટાઈગઈ. પહેલા નવજાેત સિંહ સિદ્ધુએ તેમના જૂથના ધારાસભ્યો અને મંત્રીઓની સાથે બેઠક કરી પછી કેપ્ટન અમરિન્દર સિંહે તેમની નજીકના માણસોને ફાર્મહાઉસ પર બોલાવ્યાં. અમરિન્દરના રાજીનામાની પણ અફવા ઉડી છે. હાલ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડ છે. કેપ્ટન અમરિંદર સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવવાની વાતનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે પંજાબના સીનિયર લીડર્સને અવગણીને સિદ્ધુને આ પોસ્ટ ન આપવી જાેઈએ. જાે કે સૂત્રોનું કહેવું છે
હાઈકમાન પોતાનો ર્નિણય લઈ ચુક્યા છે અને સિદ્ધુને પોતાની ટીમ પસંદ કરવા માટે પણ વાતચીત કરવામાં આવી છે. આ પહેલાં રાહુલના નિવાસસ્થાને થયેલી બેઠક પછી હરીશ રાવતે કહ્યું હતું કે અમરિંદર પોતાની મુખ્યમંત્રીની ખુરસી પર યથાવત રહેશે. કોંગ્રેસ હાઈકમાન ટૂંક સમયમાં જ સિદ્ધુના નામની જાહેરાત કરી શકે છે. આ વચ્ચે સિદ્ધુ પાર્ટીની અંદર નેતાઓનું સમર્થન મેળવવાના પ્રયાસમાં લાગી ગયા છે. તેમના સમર્થકોએ અમૃતસરના સ્વર્ણ મંદિરમાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
જણાવવામાં આવે છે કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજાેતસિંહ સિદ્ધૂ પહેલાં ત્યાં જશે. પંજાબના વિવાદને લઈને કોંગ્રેસ હાઈકમાને બુધવારે મીટિંગ કરી હતી. જે બાદ હરીશ રાવતે પંજાબમાં જાેવા મળતા વિવાદને ખતમ કરવાના સંકેત આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે આગામી ત્રણ-ચાર દિવસમાં પંજાબ કોંગ્રેસ માટે સારા સમાચાર આવશે. પંજાબ કોંગ્રેસમાં દરેક લોકો ખુશ હશે.
આ પહેલા એવું લાગી રહ્યું હતું કે આટલા વિવાદો છતાં પંજાબમાં કોંગ્રેસની કમાન સિદ્ધુને જ આપી દેવામાં આવશે. જે વાતથી કેપ્ટન નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ સિદ્ધુએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જાેકે તે બાદ હરીશ રાવતે કહ્યું હતું કે પંજાબમાં શું ર્નિણય લેવાયો છે એ હજુ સુધી ફાઇનલ નથી.