Western Times News

Gujarati News

સોનિયા ગાંધીને પેટમાં ઈન્ફેક્શનઃ સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ

નવી દિલ્હી, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના પેટમાં ઈન્ફેક્શન થયું છે અને તેણીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો.ડી.એસ.રાણાએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને ૨ ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમના ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમના પેટમાં ઈન્ફેક્શન લાગેલું છે, જેમની સારવાર કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધીને રવિવારે સાંજે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીને અસ્થમાની પણ સમસ્યા છે અને શિયાળા દરમિયાન તેમની સમસ્યા વધે છે. ભૂતકાળમાં પણ તેણે આ સમસ્યાનો સામનો કરવો પડ્‌યો હતો. તેમને ઘણી વાર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૨૦૧૧માં તેઓ સારવાર માટે અમેરિકા પણ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.