સોનિયા ગાંધીનો વાયદો ભરોસો ગુમાવી રહ્યો છે: કપિલ સિબ્બલ
નવીદિલ્હી, કોંગ્રેસની પાર્ટીનો કકળાટ ખતમ થવાનો નામ જ નથી લઈ રહ્યો પાર્ટીના ૨૩ અસંતુષ્ટ નેતાઓના પત્ર પછી પણ કોંગ્રેસમાં મચેલી ઘમાસાણને રોકવાનો સોનિયા ગાંધીના પ્રયાસોની અસર પણ ખતમ થઈ રહ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે આ મામલાને એક વાર ફરી ઉઠાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર કપિલ સિબ્બલનું કહેવું છે કે સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓની સાથે ખુલીને વાતચીત કરી આંતરિક ચૂંટણી કરાવવાનો વાયદો કર્યો હતો. લગભગ એક મહિનો વિત્યા બાદ પણ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે ચૂંટણી ક્યારે કરાવવામાં આવશે.
કોંગ્રેસમાં રાહુલ ગાંધીના અધ્યક્ષ બનવાના સવાલ પર સિબ્બલે સીધી રીતે કંઈ કર્યુ નથી. રાહુલના અધ્યક્ષ બનવા પર સિબ્બલે કહ્યું કે જ્યારે આ વાતની ચર્ચા સામે આવશે ત્યારે જાેવાશે. અત્યાર સુધી કોઈ આધાર વગરની કોઈ ચર્ચાનો જવાબ નહીં આપે. રાહુલના પાછા ફરવાથી પાર્ટીમાં ફરક પડવાના સવાલ પર સિબ્બલે કહ્યું કે મને આ વિશે કંઈ ખબર નથી. તેમણે કહ્યું કે આ બધું એ વાત પર આધાર રાખે છે કે પાર્ટી કેવી રીતે સંવિધાનીક પ્રક્રિયાઓનું પાલન કરી રહી છે. આમાં કોંગ્રેસના તમામ મહત્વપૂર્ણ લોકોની સાથે વિચાર વિમર્શ ઘણો મહત્વનો છે.
રિપોર્ટના જણાવ્યાનુંસાર સિબ્બલને હાલના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે એવો કાયદો જરુરી છે જેમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરન્ટી હોય. તેમણે કહ્યું કે તેવા સમયમાં જ્યારે ઈન્ડસ્ટ્રીઝને વધારે સહયોગ મળી રહ્યો છે તે સમયે ખેડૂત ન્યૂનતમ સમર્થન મૂલ્યની માંગ માટે આંદોલન કરી રહ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મોદી સરકારે જે કંઈ પણ કર્યુ છે તે વગર વિચારે કર્યું છે. તેમણે કહ્યું કે તે પછી નોટબંધી હોય કે જીએસટી અથવા પછી કૃષિ કાયદો. સરકાર કોઈ પણ પ્રકારના વિચાર વિમર્શ કર્યા વગર બાબતોને ખોટી રીતે હેન્ડલ કરી રહી છે. સિબ્બલે કહ્યું કે આ એવું જ છે જેમ સલ્તનતમાં ર્નિણય લેવામાં આવે. ર્નિણય પથ્થરની લકીર જેવા લેવાઈ રહ્યા છે. એવું લાગે છે જાણે મધ્યકાલીન ભારતમાં પહોંચી ગયા છીએ.
ઉલ્લેખનીય છે કે ગત ૬ વર્ષમાં લોકસભાની સાથે વિભિન્ન રાજ્યોમાં પાર્ટીની હારનો સામનો કરી રહેલી કોંગ્રેસના ૨૩ નેતાઓ ગત વર્ષ ઓગસ્ટમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પાર્ટીને મજબૂત ફેરફાર લાવવા, જવાબદેહી નક્કી કરવા, નિયુક્તિ પ્રક્રિયાને મજબૂત કરવા અને હારનું મંથન કરવાની માંગ કરવામાં આવી હતી. આ બાદ ગત વર્ષ ડિસેમ્બરમાં સોનિયા ગાંધીએ પાર્ટીના અસંતુષ્ટ નેતાઓની મુલાકાત કરવાનો ર્નિણય કર્યો હતો.HS