સોનિયા – રાહુલ ગાંધીની વિરૂધ્ધ ૧૦૦ કરોડનો આવકવેરાનો મામલો ખુલશે
નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આયકર ન્યાયાધિકરણથી આંચકો લાગી શકે છે ન્યાયાધિકરણે યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બતાવવાના ગાંધી પરિવારના દાવાને ફગાવી દીધો છે. હવે તેમની વિરૂધ્ધ ૧૦૦ કરોડ રૂપિયાના આવકવેરાનો મામલો ફરી ખુલી શકે છે.એ યાદ રહે કે ગાંધી પરિવારે દાવો કર્યો હતો કે યંગ ઇન્ડિયા ચેરિટેબલ ટ્સ્ટ છે અને તેને આવકવેરામાંથી છુટ મળવી જાઇએ. ન્યાયાધિકરણે આદેશમાં કહ્યું છે કે આ વ્યવસાયિક ટ્રસ્ટ છે તેના દ્વારા એવું કોઇ કામ કરવામાં આવ્યું નથી જે ચેરિટેબલ શ્રેણીમાં હોય. ન્યાયાધિકરણે સુનાવણી દરમિયાન જાણ્યુ છે કે કોંગ્રેસે યંગ ઇન્ડિયાને લોન આપી જેથી તેના એસોસિએટેડ જર્નલ લિમિટેડની સાથે મળી વ્યાપાર કર્યો એસોસિએટેડ જર્નલ લિમિટેડ નેશનલ હેરાલ્ડ અખબારનું સંચાલન કરે છે.
સોનિયા અને રાહુલ બંન્ને યંગ ઇન્ડિયાના નિર્દેશક છે બંન્નેની પાસે કંપનીની ૩૬ ટકા ભાગીદારી છે આ ઉપરાંત વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડીઝની પાસે ૬૦૦ શેયર છે. કોંગ્રેસે ૨૦૧૭માં દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ચેરિટેબલ કંપની છે આ વર્ષ જાન્યુઆરીમાં આવકવેરા વિભાગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટીસ જારી કરી ૧૦૦ કરોડ રૂપિયા ચુકવવા માટે કહ્યું હતું આવકવેરાના આકલન અનુસાર ગાંધી પરિવારે જે રિટર્ન દાખલ કર્યા હતાં તેમાં ૩૦૦ કરોડ રૂપિયાના આવકવેરાની માહિતી જ ન હતી.