સોનિયા-સેનાથી મુંબઈ હવે સુરક્ષિત નથીઃ કંગના

નવી દિલ્હી: મુંબઈમાં શિવસેના સામે બળાપો ઠાલવ્યા પછી અભિનેત્રી કંગના રણૌત ચંડીગઢ પાછી ફરી છે. ચંડીગઢમાં આવતાં વેંત તેણે એવો આક્ષેપ કર્યો હતો કે સોનિયા સેનાને કારણે હવે મુંબઇ સુરક્ષિત રહ્યું નથી. મુબઇ પહેલાં જેવું હવે સુરક્ષિત રહ્યું નથી. એનું કારણ સોનિયા સેના હતી એમ એણે ટ્વીટર પર લખ્યું હતું. કંગનાએ લખ્યું કે ચંડીગઢ ઊતરતાં વેંત મારી સુરક્ષા નામની રહી ગઇ હતી. લોકો મને સતત અભિનંદન આપી રહ્યા હતા. એમ લાગે છે કે હું માંડ માંડ બચી ગઇ.
![]() |
![]() |
એક સમયે મુંબઇમાં માતાની ગોદ જેવી હૂંફ અને શીતળતાનો અહેસાસ થતો હતો. નો મોર. આજે તો એવા દિવસો છે કે જાન બચી તો લાખો પાયે. કંગનાએ ટ્વીટર પર લખ્યું કે દિલ્હીના દિલને ચીરીને લોહી વહાવવામાં આવ્યું હતું. સોનિયા સેનાએ મુંબઇમાં આઝાદ કશ્મીરનાં સૂત્રો પોકારાવ્યાં આજે આઝાદીનો અર્થ ફક્ત આ જ છે. મને તમે સૌ તમારો અવાજ આપો, નહીંતર એક દિવસ આઝાદીનો માત્ર ખૂન હોય એવા દિવસો હવે દૂર નથી. કંગના એક કરતાં વધુ વખત કહી ચૂકી હતી કે મુંબઇમાં મને સતત ધાકધમકી આપવામાં આવતી હતી. મારી ગેરહાજરીમાં મારી ઑફિસ તોડી નાખવામાં આવી. મને કેન્દ્ર સરકારે સુરક્ષા ન આપી હોત તો મારો જાન પણ જોખમમાં હતો.