Western Times News

Gujarati News

સોનીએ વિદેશી મહિલાને 300 રૂપિયાની આર્ટિફિશિયલ જ્વેલરી 6 કરોડમાં વેચી

પ્રતિકાત્મક

જયપુર, રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક જ્વેલર પિતા-પુત્રએ એક અમેરિકી મહિલાને ૩૦૦ રૂપિયાની આર્ટિફિશિયલ જ્વેલરી ૬ કરોડ રૂપિયામાં વેચી મારી હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે, અમેરિકી નાગરિક ચેરિશે લગભગ બે વર્ષ પહેલા શહેરના ગોપાલજી રોડ પર આવેલી એક દુકાનમાંથી ખરીદવામાં આવેલી જ્વેલરી પર ૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

ખરીદતી સમયે દુકાનદારે મહિલાને હોલમાર્ક સર્ટિફિકેટ પણ આપ્યુ હતું, જેનાથી ઘરેણાંની શુદ્ધતા જાણી શકાય છે. ચેરીશ અમેરિકા પરત ફરી અને એક એÂક્ઝબિશનમાં જ્વેલરી પ્રદર્શિત કરી જ્યાં તેને ખબર પડી કે તે જ્વેલરી નકલી છે. ત્યારબાદ તે જયપુર પરત ફરી અને જ્વેલર્સની દુકાન રામા રેડિયમ પર ગઈ અને દુકાનના માલિક ગૌરવ સોનીને નકલી જ્વેલરીની ફરિયાદ કરી.

તેણે જ્વેલરીને તેની શુદ્ધતા ચકાસવા માટે અન્ય દુકાનોમાં પણ મોકલી, જ્યાં પરીક્ષણ બાદ તેની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ ચેરિશે અમેરિકન એમ્બેસીને આ ઘટના અંગે જાણકારી આપી. ૧૮ મે ના રોજ રાજેન્દ્ર સોની અને તેના દીકરા ગૌરવ સોની સામે ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે મીડિયા સાથે વાત કરતા જયપુર પોલીસના ડીસીપી બજરંગ સિંહ શેખાવતે કહ્યું કે, પોલીસે ઘરેણાંને તપાસ માટે મોકલ્યા હતા

તેમાં જાણ થઈ કે, ઘરેણાંમાં લગાવામાં આવેલા હીરા ચંદ્રમણિ હતા. ઘરેણાંમાં સોનાની માત્રા ૧૪ કેરેટ હોવી જોઈએ પરંતુ તે પણ બે જ કેરેટ હતી. આરોપી જ્વેલર્સે પણ ફરિયાદ નોંધાવી હતી કે, મહિલા તેની દુકાનમાંથી ઘરેણાં લઈને ભાગી ગઈ છે પરંતુ જ્યારે અમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો આ વાત ખોટી સાબિત થઈ.

ડીસીપીએ જણાવ્યું કે, આ કેસમાં આરોપી જ્વેલર્સ ફરાર છે પરંતુ અમે નકલો હોલમાર્ક સર્ટિફિકેટ આપનાર નંદકિશોરની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ગૌરવ સોની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. અમેરિકાની આ મહિલાની ફરિયાદ બાદ પોલીસને બીજી ઘણી ફરિયાદો પણ મળી હતી જેમાં ગૌરવ સોની અને રાજેન્દ્ર સોની પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે.

પીડિત ચેરિશે આ મામલે જણાવ્યું કે, ગૌરવ સોની અને તેના પિતાએ મારી સાથે છેતરપિંડી કરી છે. તેઓએ મને ૧૪ કેરેટને બદલે નવ કેરેટની સોનાની પ્લેટ મોકલી. તેઓએ મને સાચા હીરાને બદલે ફુલ મૂનસ્ટોન આપ્યો. લગભગ ૧૦ અન્ય ડિઝાઈનર્સ તેમની છેતરપિંડીથી પ્રભાવિત છે, તેઓએ નકલી પ્રમાણપત્રો પણ આપ્યા, કંઈપણ અસલી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.