સોનીના ઘરમાંથી એક કરોડની મત્તા ચોરાઈ
સોની પરિવાર રાજસ્થાનમાંથી લગ્નપ્રસંગ કરીને પરત આવતા ચોરીની જાણ થતાં દોડધામ
હિંમતનગર, હિંમતનગરના મહેતાપુરામાં રહેતા જ્વેલર્સના વેપારી પોતાના પરિવાર સાથે કુટુૃબના દિકરાને પરણાવવા મંગળવારે રાજસ્થાનમાં લગ્નપ્રસંગે ગયા બાદ તસ્કરોએ મકાનના ધાબા પરથી જાળીયુ તોડી ઘરમાં પ્રવેશીને ઘરમાંથી અંદાજે રૂા.૧ કરોડથી વધુના સોના-ચાંદીના દાગીના, રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં તસ્કરોએ રેકી કરી હોવાનુ પણ અનુમાન સેવાઈ રહ્યુ છે.
મહેતાપુરાના રામજી મંદિર નજીક રહેતા અને જ્વેલર્સની દુકાન ધરાવતા મનિષ મોહનલાલ સોનીના પરિવાર મંગળવારે તેમના કુંટુબના ભાઈના દિકરાના લગ્ન પ્રસંગે અન્ય પરિવારજનો સહિત રાજસ્થાન ગયા હતા. એ દરમ્યાન તસ્કર ટોળકીએ મકાનને નિશાન બનાવી મકાનના ધાબા ઉપર ચડી ધાબામાં લગાવેલું જાળીયેુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.
ત્યારબાદ તસ્કરોએે ઘરની તિજાેરી અને કબાટો તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિતની અંદાજે રૂા.એક કરોડથી વધુની માલમતા ચોરી ભાગી છૂટ્યા હતા.
બુધવારે વહેલી પરોઢીયે જ્વેલર્સનો પરિવાર પોતાના ઘરે પરત ફરતા મકાનમાં ચોરી થયાનુૃ ધ્યાને આવ્યુ હતુ. જેના પગલે પોલીસ સહિત એલ.સી.બી. એસ.ઓ. જી.ડાંગ સ્કવોર્ડ અને એફએસએલ સહિતની ટીમો પણ ઘટનાસ્થળ પર દોડી આવી તપાસ આદરી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજના આધાર પણ તપાસ હાથ ધરાઈ છે.