સોનીપતમાં સ્કૂલની છત પડતાં ૨૫ વિદ્યાર્થીને ઈજા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Sonipat.jpg)
ચંદીગઢ, હરિયાણા સોનીપતમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીંના એક સ્કુલની છત પડી ગઈ છે. છત પડવાથી લગભગ ૨૫ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને પીજીઆઈમાં રેફર કરવામાં આવ્યા છે. ઘટના સોનીપતના ગન્નોરમાં થઈ છે જ્યાં ગામ બાય રોડ પર સ્થિત એક સ્કુલની છત પડી ગઈ. આ ઘટનામાં બે ડઝનથી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે.
ત્રણ મજૂર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગન્નોરના સામુદાયિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૫ વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાઈ રહી છે. જેમને ખાનપુરમાં પીજીઆઈમાં રેફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. છત કેવી રીતે પડી? આ વિશે હજુ કોઈ જાણકારી સામે આવી નથી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.SSS