સોનીલિવ લાવી રહ્યુ છે, ધારદાર, રોચક થ્રિલર ફેમિલી ડ્રામા

તમારા પોતાના લોહીનો સંબંધ તબ્બરની વાત આવે ત્યારે બીજું બધું જ પછીથી આવે છે. અગાઉ ક્યારેય નહીં જોયું હોય તેવા ક્રાઈમ અને ફેમિલી ડ્રામાના આંતરગૂંથણ સાથે સોનીલિવની નવી ઓરિજિનલ પરિવાર નામે એક તાંતણે બંધાયેલા પ્રેમ અને ત્યાગની વાર્તા લાવી છે.
રોચક વાર્તા અને અદભુત કલાકારોમાં પવન મલ્હોત્રા, સુપ્રિયા પાઠક, ગગન અરોરા, પરમવીર સિંહ ચીમા, કંવલજિત સિંહ અને રણવીર શોરે સાથે આ શો 15મી ઓક્ટોબરથી પ્રસારિત થવા માટે સુસજ્જ છે.
સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયાના સોનીલિવના સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના કન્ટેન્ટના હેડ આશિષ ગોલવલકર તબ્બર જાર પિક્ચર્સ સાથે અમારો ત્રીજો સહયોગ છે અને સુપ્રિયા પાઠક, પવન મલ્હોત્રા, નિર્માતા અજય જી રાય, દિગ્દર્શક અજિતપાલ સિંહ અને ગાયક- ગાયિકા રેખા ભારદ્વાજ અને દલેર મહેંદીને એક છત હેઠળ લાવતો હોવાથી પણ વિશેષ છે. વાર્તા પ્રતિભાનું ઉત્તમ સંમિશ્રણ છે. વાર્તાકથન અગાઉ ક્યારેય નહીં સાંભળ્યું હોય તેવું છે.
અમને આશા છે કે અમારી અગાઉની ઓફરની જેમ જ તબ્બર પણ ભારતના અંતરિયાળ વિસ્તારની વિવિધતાસભર વાર્તાઓને જીવંત કરવાના અમારા વચનમાં અમને સિદ્ધ કરશે. તબ્બર પંજાબની પાર્શ્વભૂ ધરાવે છે અને અમને ખાતરી છે કે અમારા દર્શકો તેમનાં સ્ક્રીન સાથે જકડાઈ રહેશે.
સોનીલિવ ઓરિજિનલ આ શોએ ઉત્તમ અભિનય સાથે પોતાની કાબેલિયત સિદ્ધ કરનારા ઘણા બધા ઉત્તમ અને પ્રતિભાશાળી કલાકારો માટે માર્ગ કંડાર્યો છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મકાર અજિતપાલ સિંહ દ્વારા દિગ્દર્શિત આ સિરીઝ હરમાન વડાલા અને સંદીપ જૈન દ્વારા લખવામાં આવી છે.
શોની ભાવનાઓને પ્રસિદ્ધ ગાયક- ગાયિકા દલેર મહેંદી અને રેખા ભારદ્વાજને કંઠે ગવાયેલું બાબા ફરીદનું તુરિયા તુરિયાનું સુંદર ગીત દર્શકોને જકડી રાખે છે. સંગીતકાર સ્નેહા ખાનવલકર દ્વારા કમ્પોઝ કરાયેલું આ કર્ણપ્રિય ગીત પાત્રોની ઘણી બધી ભાવનાઓને ઉજાગર કરે છે અને ધારદાર વાર્તા સાથે ઉત્તમ રીતે તે સંમિશ્રિત થાય છે.