સોની વેપારી સાથેે દોઢ કરોડની છેતરપીંડી કરનારા બંગાળી બે વર્ષે ઝડપાયા

જૂનાગઢ, જૂનાગઢના સોની વેપારીને ધંધાની લાલચ આપી રોકડા તથા સોનાના દાગીના મળી દોઢ કરોડથી પણ વધુ રકમની છેતરપીંડી કરનાર બે શખ્સને જૂનાગઢ પોલીસે બગાળમાંથી ઝડપી લઈને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
છાયા બજાર વિસ્તારમાં હરિકિશન નામની સોની કામની દુકાન ધરાવતા દિપુભાઈ ખુદીરામ બેરા બંગાળીને આજથી બે વર્ષ પહેલા કલકતાના કેસ્ટાદાસ તથા સમ્રાટ અધિકારીએ વતનના નાતે વિશ્વાસ કેળવી ધંધામાં નફો કરાવી દેવાની લાલચ આપી રોકડા તથા સોનાના દાગીના મળી કુલ રૂા.૧,પ૬,ર૬,૦૦૦ની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઈ હતી.
આ ગુનાનો ભેદ ઉેકલવા જૂનાગઢ પોલીસે તથા ક્રાઈમ બ્રાંચની ટીમે પશ્ચિમ બંગાળના કોલકતા ખાતેથી બંન્ને શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતાં આવી રીતે ગુનો કરતા હતાની મોડસ ઓપરેન્ડી હોવાની કબુલાત આપી હતી.