સોનુએ સાયકલ ઉપર આવતા ફેન માટે એર ટિકિટ બુક કરાવી
મુંબઈ, કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયગાળા દરમિયાન અનેક લોકોની મદદ કરનાર પરંતુ ખાસ કરીને મજુરો એન મજબુરીવશ લોકો માટે સાક્ષાત ભગવાન બનીને આવેલા સોનૂ સૂદ રિયલ હિરો બની ગયો છે. અભિનેતા તરફથી જરૂરીયાતમંદોને મદદ કરવાનો આ સિલસિલો હજી પણ યથાવત જ છે. હવે સોનુ સૂદને મળવા માટે તેનો એક ફેન બિહારથી જ મુંબઈ આવવા સાઈકલ લઈને નિકળી પડ્યો હતો.
આ વાતની જાણ સોનુ સૂદે પળભરનો પણ સમય બગાડ્યા વગર જ તેમનો ફેન વારાણસી પહોંચતાની સાથે જ મુંબઈ માટે ફ્લાઈટની ટિકીટ બુક કરાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનૂ સૂદે પોતાના ફેન અરમાન સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે, તુ આવુ ના કરીશ. તુ મને મળવા માંગે છે તો જરૂર મળ. પરંતુ આ રીતે નહીં. સોનૂ સૂદના જણાવ્યા પ્રમાને, તેનો ચાહક સાયકલ મારફતે વારાણસી પહોંચી ગયો હતો. મેં તેને ગમે તેમ કરીને મનાવી લીધો અને મુંબઈ માટેની તેની ફ્લાઈટની ટિકીટ બુક કરાવી. મુંબઈમાં તેને રોકાવવા માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. જો હું તેના માટે સ્પેશિયલ છુ તો મારે પણ તેના માટે આટલુ તો કરવું જ પડેને તેમ સોનૂ સૂદે કહ્યું હતું.
ખાસ વાત એ છે, માત્ર અરમાન જ નહીં પણ તેની સાયકલ પણ મુંબઈ આવશે. સોનૂ સૂદે અરમાન અને તેની સાયકલની પટના જવા માટેની ફ્લાઈટની ટીકિટનું બુકિંગ પણ કરાવી દીધું છે. આ મામલે સોનૂ સૂદે કહ્યું હતું કે, સાયકલ સાથે તેને એટલ બધો લગાવ છે તો તેને અધવચ્ચે કેવી રીતે છોડી શકે? શું સોનૂ સૂદ તેના ચાહકોને મળવા માટે બિહાર જશે? તેનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું હતું કે, કેમ નહીં, જરૂર જઈશ. પણ તેના માટે થોડો સમય લાગી શકે છે. હાલ તેઓ એ જરૂરી છે કે જે લોકો સંકટમાં છે તેમના સુધી મદદ પહોંચે. થોડા રૂપિયાનું દાન કરીને આગળ વધી જવુ આસાન છે. પરંતુ ઘણી વાર નાનું દાન કેટલાક લોકોની મુશ્કેલીઓ માટે પર્યાપ્ત નથી હોતું. તેની સમસ્યા શું છે તેને પુરી કરવાના પ્રયાસ કરવા જરૂરી છે. અરમાન મુંબઈ આવીને સોનૂ સૂદને મળશે તો તેના માતે આ પળ ખરેખર યાદગાર હશે.SSS