સોનુ નિગમે હજી સુધી નથી જાેઈ The Kashmir Files
મુંબઇ, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ રીલિઝ થઈ ત્યારથી ચર્ચાનો વિષય બની છે. ફિલ્મ પર વિવાદ પણ ઘણો થયો અને ફિલ્મે બોક્સઓફિસ પર કમાણી પણ ઘણી કરી. ૧૧મી માર્ચના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું. એક મહિનામાં ફિલ્મે ૨૪૮.૬૮ કરોડ રુપિયા કમાણી કરી લીધી છે.
ફિલ્મના નેતાઓથી લઈને અભિનેતાઓ સુધી તમામ લોકોએ વખાણ કર્યા. પરંતુ તાજેતરમાં જ સિંગર સોનુ નિગમે જણાવ્યું કે તેમણે હજી સુધી આ ફિલ્મ નથી જાેઈ. સોનુ નિગમે તેનું કારણ પણ જણાવ્યું છે.
સોનુ નિગમે વાતચીતમાં આ બાબતનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે આખરે તેમણે બહુચર્ચિત ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ હજી સુધી કેમ નથી જાેઈ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ જાેઈને મોટાભાગના લોકો રડી પડ્યા હતા અને ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની પણ ઘણી વાહવાહી થઈ છે. પરંતુ સોનુ નિગમ ખાસ કારણોસર આ ફિલ્મથી દૂર રહ્યો છે.
સોનુ નિગમે જણાવ્યું કે, જ્યારે હું આ પ્રકારની વાર્તા સાંભળુ છું તો અંદરથી રડુ છું. આ માત્ર કાશ્મીરની જ વાત નથી. હું આ પ્રકારના તમામ ગુનાઓ પ્રત્યે ઘણો સંવેદનશીલ છું. મારામાં આ ફિલ્મ જાેવાની હિંમત નથી.
મારી સંવેદનશીલતા માત્ર કાશ્મીરી પંડિતો માટે જ નહીં, એ તમામ સમાજના લોકો માટે છે જેમણે આ ધારાને કારણે ઘણું સહન કર્યું છે. સોનુ નિગમે ધ કાશ્મીર ફાઈલ્સ ન જાેઈ શકવાનું અન્ય એક કારણ પણ જણાવ્યું છે.
તેણે જણાવ્યું કે, જ્યારે આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે હું દુબઈમાં હતો. ત્યારે ધ કાશ્મીર ફાઈલ્સ દુબઈમાં રીલિઝ નહોતી થઈ.
પરંતુ ભારત પાછા આવ્યા પછી મારામાં ફિલ્મ જાેવાની હિંમત નહોતી. આ વિશે વાત કરીને પણ સોનુ નિગમ ભાવુક થઈ ગયો હતો. નોંધનીય છે કે થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધ કાશ્મીર ફાઈલ્સ બાબતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું.
અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે આ ફિલ્મને યૂટ્યુબ પર અપલોડ કરી દેવી જાેઈએ. આ વાત પર સોનુ નિગમે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમણે અરવિંદ કેજરીવાલનું આ ભાષણ સાંભળ્યુ હતું.
તેમણે કશ્મીરી પંડિતોનું અપમાન કર્યું છે. એક તરફ તમે કહી રહ્યા છો કે અત્યાચાર થયો અને બીજી બાજૂ વિધાનસભામાં કહી રહ્યા છો કે ફિલ્મ ખોટી છે.SSS