સોનુ સુદના ઘરે સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની તપાસ ચાલુ
નવી દિલ્હી, ફિલ્મ અભિનેતા સોનુ સુદના ઘર અને ઓફિસ સહિતની 6 જગ્યાઓ પર આવકવેરા વિભાગે પાડેલા દરોડોની કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે.
સૂત્રોનુ કહેવુ છે કે, આવકવેરા વિભાગને ટેક્સની હેરાફેરીના પૂરતા પૂરાવા મળ્યા છે.આ હેરફેર સોનુ સુદના વ્યક્તિગત નાણાકીય હિસાબો સાથે સંકળાયેલી છે. સોનુને ફિલ્મોની ફી પેટે જે રકમ મળી છે તેમાં પણ ટેક્સની ગરબડ જોવા મળી રહી છે. હવે આવકવેરા વિભાગે સોનુ સુદના ચેરિટી ફાઉન્ડેશનના એકાઉન્ટની પણ તપાસ કરવાનુ નક્કી કર્યુ છે.
એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, આવકવેરા વિભાગ દ્વારા દરોડાની જાણકારી આપવા માટે આજે સાંજે એક પત્રકાર પરિષદય યોજવામાં આવે તેવી પણ શક્યતા છે. સોનુ સુદના ઘરે ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલી રહી છે, કારણકે તેનો એકાઉન્ટન્ટ બહારગામ હતો.
આવકવેરા વિભાગે મુંબઈ અને લખનૌની 6 સંપત્તિઓની તપાસ કરી છે. જેમાં ટેકસની હેરફેરના ઘણા પૂરાવા મળ્યા છે અને તે અંગે ચોંકાવનારા ખુલાસા કરવામાં આવે તેવી ચર્ચા છે.
કોરોનાકાળમાં લોકોને મદદ કરીને પ્રસિધ્ધિ મેળનારા સોનુ સુદ તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યો હતો અને તેના ગણતરીના દિવસોમાં આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. જેથી વિરોધ પક્ષો સવાર ઉઠાવી રહ્યા છે.