Western Times News

Gujarati News

સોનુ સુદને મળ્યો એશિયાની નંબર વન સેલિબ્રિટીનો ખિતાબ

મુંબઇ, કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉનમાં રઝળી પડેલા હજારો લોકોને પોતાના ઘરે પહોંચાડીને લાઈમ લાઈટમાં આવેલા બોલીવૂડ સ્ટાર સોનુ સુદની લોકોએ ભારે પ્રશંસા કરી હતી.

સોનુએ મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરી હતી.એ પછી તેમણે વિદેશથી લોકોને પાછા લાવવા માટે પણ પ્લેન ભાડે કર્યુ હતુ.આ સિવાય પણ સોનુ ગરીબોને મદદ કરતો રહ્યો છે.જેના કારણે હવે સોનુની પ્રસિધ્ધિ બીજા દેશોમાં પણ થઈ રહી છે.

હવે સોનુ સુદને એશિયાની નંબર વન સેલિબ્રિટી જાહેર કરવામાં આવ્યો છે.બ્રિટનની ઈસ્ટર્ન આઈ દ્વારા પ્રકાશિત એશિયાની 50 ટોચની હસ્તીઓમાં સોનુને પહેલુ સ્થાન મળ્યુ છે.એ પછી સોનુ ખુશ છે.સોનુએ કહ્યુ હતુ કે, મારા પ્રયાસોને ઓળખ આપવા બલ આભાર.રોગચાળાના સમયમાં મને અહેસાસ થયો હતો કે, દેશના લોકોને મારે શક્ય હોય તેટલી મદદ કરવી જોઈએ.હું કંઈક બનવા માટે મુંબઈ આવ્યો હતો અને એક ભારતીય તરીકે મારી જવાબદારી હતી અને તે મેં નિભાવી છે.મારા જીવનના આખરી શ્વાસ સુધી હું મદદ કરતો રહીશ.

ટોપ 50ના લિસ્ટમાં સોનુ ઉપરાંત પ્રિયંકા ચોપડા, અરમાન મલિક, પ્રભાસને પણ સ્થાન મળ્યુ છે.એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, સોનુ સુદે મદદ ચાલુ રાખવા માટે પોતાની 8 પ્રોપર્ટી ગીરવે મુકીને તેના પર 10 કરોડની લોન લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.