સોનુ સુદેએ કોરોના દર્દીઓ માટે ઓક્સિજન મગાવ્યા
મુંબઈ: મદદ માટે હમેશાં પોતાનાં હાથ આગળ વધારતા સોનૂ સૂદે આ કોરોના કાળમાં બધાની ખુબજ મદદ કરી છે. અને પોતાનાથી બનતા તમામ પ્રયાસ કર્યા છે કે તે સામેવાળાની તક્લીફ ઓછી કરી શકે. પગપાળા જતાં મજૂરોને બસમાં બેસાડી ઘરે પહોંચાડવાનાં હોય કે પછી બેરોજગારોને મદદ કરવાની હોય કોરોનાની પહેલી લહેર સમયે તેણે આ રીતે લોકોની મદદ કરી.
કોરોનાની બીજી લહેર સમયે તે દર્દીઓ માટે હોસ્પિટલથી માંડીને ઓક્સીજન સુધીની પોતાનાથી બનતી તમામ વ્યવસ્થા કરી રહ્યો છે. હાલમાં જ સોનૂ સૂદ અને તેની ટીમ તરફથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઓક્સિજનનાં સિલેન્ડર છે.
વીડિયો શેર કરતાં સોનૂ સૂદે લખ્યું છે કે, આ વીડિયો શેર કરતાં સોનૂ સૂદ લખે છે. સ્ટે સ્ટ્રોંગ ઇન્ડિયા મારા તરફથી ઓક્સિજન આપનાં માટે આ સાથે જ તેણે હાર્ટની ઇમોજી પણ મુકી છે. આપને જણાવી દઇએ કે, સોનૂ અને તેની ટીમ દિવસ રાત લોકોની મદદે લાગી છે. કોઇને પણ હોસ્પિટલ કે ઓક્સિજનની જરૂર હોય છે
તે માટે તેઓ સોનૂ પાસે મદદ માટે હાથ ફેલાવી રહ્યાં છે. અને સોનૂ પોતાનાથી બનતી તમામ મદદ પણ કરી રહ્યો છે. આ પહેલાં તેણે એક દર્દીને એરલિફ્ટ કરાવીને ઝાંસીથી હૈદરાબાદ મોકલ્યા હતાં. અને તેમનાં માટે હોસ્પિટલ અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરી હતી.