સોનુ સુદ દક્ષિણના કોરોનાગ્રસ્ત રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કોરિયોગ્રાફરની મદદે
મુંબઈ, અભિનેતા સોનુ સુદે ફરીવાર કોરોનાગ્રસ્તોને મદદરૂપ થવાનું શરૂ કર્યું હોય તેવું લાગે છે. થોડા દિવસ પહેલાં દક્ષિણની જાણીતા રાષ્ટ્રીય વિજેતા કોરિયોગ્રાફર શિવશંકર કોવિડ પોઝિટીવ જાહેર કરવામાં આવ્યા છે અને તેને ૨૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ કોરિયોગ્રાફરની નાણાંકીય સ્થિતિ સારી નથી. આવા અત્યંત દુઃખદ સમયમાં સોનુ સુદે ૭૩ વર્ષીય શિવશંકરનું તબીબી- બિલ ભરવાનું નક્કી કર્યું છે.
શિવશંકરના દીકરા અજ્ય કૃષ્ણાએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી તેના પિતા હૈદરાબાદથી ગચીબોવલીની એઆઈજીહોસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.
તમિળ અને તેલુગું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ડાન્સ-કોરિયોગ્રાફર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એક પોસ્ટ મુજબ, શિવશંકરની સ્થિતિ ગંભીર છે અને મોંઘી સારવારને કારણે પરિવાર મેડિકલ બિલ ચૂકવવા અસમર્થ છે. આ પોસ્ટ સાથે દીકરા અજયનો કોન્ટેકટ નંબર આપવામાં આવ્યો છે. આ પોસ્ટ વાઈરલ થતાં જ સોનું સુદે તેને પ્રત્યુત્તર આપ્યો હતો.
શિવશંકર રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે અને ઘણાં લોકપ્રિય છે તેઓ લોકપ્રિય ડાન્સ રિયાલિટી શોમાં પણ જજની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમણે સુમા કમાકલાની ‘કેશ’ ફિલ્મમાં કોરિયોગ્રાફર્સ બાબા ભાસ્કર, જાની તથા રઘુ સાથે કામ કરી ચુક્યા છે.HS