સોનુ સૂદની બીએમસીની નોટીસની વિરૂધ્ધ અરજી રદ
મુંબઇ, બંબઇ હાઇકોર્ટે ફિલ્મ અભિનેતા સોનુ સુદને આંચકો આપ્યો છે.અદાલતે ગેરકાયદેસર નિર્માણ મામલા પર દાખલ સોનુની અરજીને રદ કરી દીધી છે. બૃહદ મંુંબઇ મહાનગર પાલિકા (બીએમસી)એ ગેરકાયદેસર નિર્માણને લઇ અભિનેતાને નોટીસ જારી કરી હતી તેની વિરૂધ્ધ અભિનેતાએ હાઇકોર્ટનું વલણ અપનાવ્યું હતું ૧૩ જાન્યુઆરીએ થયેલ સુનાવણી દરમિયાન બીએમસીએ સુદને અદાતન અપરાઘી બતાવ્યો હતો નગરપાલિકાએ અદાલતમાં કહ્યું હતું કે અભિનેતા ગેરકાયદેસર નિર્માણના મામલામાં સતત નિયમ તોડી રહ્યાં છે.
એ યાદ રહે કે સોનુ પર આરોપ છે કે તેણે ઉપનગર જુહુ ખાતે રહેણાંક ઇમારતમાં ગેરકાયદેસર રીતે કોઇની મંજુરી વિના માળખું બદલ્યું છે ત્યારબાદ બીએમસીએ તેને નોટીસ જારી કરી છે બીએમસીની નોટીસની વિરૂધ્ધ સોનુ બંમ્બે હાઇકોર્ટ પહોંચ્યો હતો સુદના વકીલ ડી પી સિંહ દ્વારા ગત અઠવાડીયે દાખલ પોતાની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે છ માળની શક્તિ સાગર ઇમારતમાં કોઇ ગેરકાયદેસર નિર્માણ કરાવ્યું નથી.
અદાલતમાં દાખલ અરજીમાં ગત વર્ષ ઓકટોબરમાં બીએસી દ્વારા જારી નોટીસને રદ કરવા અને આ મામલામાં કોઇ દંડાત્મક કાર્યવાહીથી વધારાની રાહત આપવાની પણ વિનતી કરવામાં આવી હતી બીએમસીએ આ મામલામાં જુહુ પોલીસથી ચાર જાન્યુઆરીએ ફરિયાદ કરી હતી ફરિયાદમાં બતાવવામાં આવ્યું હતું કે અભિનેતાની શક્તિ સાગર બિલ્ડીંગમાં એક રહેણાંક ઇમારત છે તેને મંજુરી વગર હોટલમાં ફેરવી દીધી છે.
બીએમસીએ અદાલતમાં પોતાની દલીલમાં અભિનેતા પર ગેરકાયદેસર નિર્માણ દ્વારા પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો હતો. મહાનગરપાલિકાનું કહેવુ છેે કે સુદને લાઇસેંસ લેવાનું જરૂરી ન સમજયું અને એક રહેણાંક બિલ્ડીંગને હોટલમાં ફેરવી દીદી કેટલાકનંું કહેવુ છે કે સોનુને બીએમસી તરફથી નોટીસ મોકલવામાં આવી હતી પરંતુ તેણે તેને નજરઅંદાજ કરી અને નિર્માણ કાર્ય જારી રાખ્યું હતું.HS