સોનુ સૂદને વિપક્ષી દળોની સરકારની સાથે જોડાવાના કારણે કાર્યવાહી થઈ: શિવસેના
મુંબઇ, સોનું સૂદને ત્યાં આઈટીની રેડને લઈને શિવસેનાએ કેન્દ્રમાં ભાજપ સરકાર પર નિશાનો સાધ્યો છે. પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકિય આર્ટીકલના માધ્યમથી શિવસેનાએ ‘ખુન્નસ કાઢવા’ની વાત ગણાવી છે. આ ઉપરાંત અભિનેતા પર થયેલી કાર્યવાહીની આડમાં મહારાષ્ટ્રમાં મંત્રીઓની વિરુદ્ધ જારી તપાસ એજન્સીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.
શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે સૂદના વિપક્ષી દળોની સરકારની સાથે જાેડાવાના કારણે કાર્યવાહી થઈ. એડિટોરિયલ અનુસાર સોનુ સૂદને ખભા પર બેસાડવામાં ભાજપ આગળ હતી. સોનુ સૂદ તેમનો માણસ છે તેવું તેમના તરફથી વારંવાર દર્શાવવામાં આવતુ રહ્યુ હતુ. પરંતુ સોનું દ્વારા દિલ્હીમાં કેજરીવાલ સરકારના શૈક્ષણિક કાર્યક્રમમાં ‘બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે સામાજિક કાર્ય કરવાનો ર્નિણય લેતા જ આઈટી વિભાગે રેડ પાડવામાં આવ્યા.
આ દરમિયાન શિવસેનાએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપરાંત અનિલ પરબ, પ્રતાપ સરનાઈક જેવા નેતાઓની વિરુદ્ધની કાર્યવાહીનો મુદ્દો પણ ઉઠાવ્યો. પાર્ટીએ લખ્યું. જેમનો ભાજપ સાથે સંબંધ નથી તેવા લોકોની વ્યવસ્થા તપાસ એજન્સી દ્વારા કરવાની એક નીતિ નક્કી છે. તેવામાં મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીના મંત્રી પણ છૂટા નથી.
આ રીતે સોનું સૂદ જેવા કલાકાર તથા સામાજિક કાર્ય કરનારા પણ બચી ન શકે. કેન્દ્રીય તપાસ એજન્સીના ભૂતથી ગત મહિને અનેક લોકો હેરાન થયા છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપરાંત અનિલ પરબ, પ્રતાપ સરનાઈક જેવા નેતાઓને જાળમાં ફસાવવાનું ષડયંત્ર છે.
શિવસેનાએ મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાં સરકારના સભ્યો પર કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે રાજ્ય સરકારને બદનામ કરવાનું ભાજપ સરકાર દ્વારા શક્ય ન બન્યુ તો તમારી સરકારને કામ નહીં કરવા દઈએ જેવી દુર્ભાગ્યપૂર્ણ હરકતો બદલાની ભાવનાથી કરવામાં આવી રહી છે. પાર્ટીએ લખ્યું કે પ. બંગાળ, કેરળ અને તમિલનાડુના મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના મંત્રીઓની વિરુદ્ધ જારી કાર્યવાહી ષડયંત્ર છે. એડિટોરિયલ અનુસાર મહારાષ્ટ્રના મંત્રીઓ પર ખોટા આરોપ લગાવવા, તેમના આદેશ પર રાજ્યપાલ દ્વારા ૧૨ ધારાસભ્યોની નિયુક્તિ રોકવા, સોનુ સૂદ જેવા પર આઈટીની રેડ પડાવવા જેવા સંકુચિત મનના લક્ષણો છે. આ ખુન્નસ કાઢવાની વાત છે. સાથે શિવસેનાએ ઈશારા- ઈશારામાં ચેતવણી પણ આપી છે. પાર્ટીએ લખ્યું છે કે આ દાવ પેચનું બાળક જેવું વર્તન ઉંધુ પડ્યા વગર નહીં રહે.HS