Western Times News

Gujarati News

સોનુ સૂદે ભારતનું પ્રથમ ગ્રામીણ B2B ટ્રાવેલ ટેક પ્લેટફોર્મ ટ્રાવેલ યુનિયન શરૂ કર્યું

ટ્રાવેલ યુનિયન 1 અબજ ભારતીયોને સેવા આપવા ગ્રામીણ ભારતમાં ટ્રાવેલ એજન્ટ બિઝનેસ સમુદાય ઊભો કરશે અને તેમને ડિજિટલી સક્ષમ બનાવશે

મુંબઈ, ભારતનું પ્રથમ ગ્રામીણ બી2બી ટ્રાવેલ ટેક પ્લેટફોર્મ ટ્રાવેલ યુનિયન આજે શરૂ થયું હતું. સોનુ સૂદની પહેલ ટ્રાવેલ યુનિયન દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત સ્તરે ગ્રામીણ ગ્રાહકોની પ્રવાસની જરૂરિયાત પૂર્ણ કરવા ટ્રાવેલ યુનિયનના સભ્યો (ટ્રાવેલ એજન્ટો)ને પ્લેટફોર્મ પ્રદાન કરીને પ્રવાસ સાથે સંબંધિત સેવાઓ સર્વસુલભ કરશે.

ઝીરો રોકાણ સાથે ગ્રામીણ ભારતમાં ટ્રાવેલ એજન્ટ બિઝનેસ સમુદાય ઊભો કરવા, એમને જરૂરી ટેકો આપવા અને ડિજિટલ રીતે તેમને સક્ષમ બનાવવાના મિશન સાથે ટ્રાવેલ યુનિયનનો ઉદ્દેશ ભારતની 1 અબજ વસતિને સૌથી મોટું ગ્રામીણ ડિજિટલ ટ્રાવેલ સર્વિસીસ પ્લેટફોર્મ બનવાનો છે.

ગ્રામીણ સ્તરે પ્રવાસ ક્ષેત્ર મોટા ભાગે અસંગઠિત છે, જેમાં ટિઅર 2 નગરો અને ગામડાઓની જરૂરિયાતો પૂર્ણ કરવા કોઈ કંપની કાર્યરત નથી. ટ્રાવેલ યુનિયન ટ્રાવેલ યુનિયનના સભ્યો એટલે કે ગ્રામીણ ટ્રાવેલ એજન્ટો, નાનાં વેપારીઓ અને ઉદ્યોગોની પૂરી ન થયેલી વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરશે. આ પ્લેટફોર્મની ડિઝાઇનનું હાર્દ ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસની જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે, જ્યાં ટ્રાવેલ-ટેક પ્લેટફોર્મનો અભાવ છે.

પ્લેટફોર્મ ખાસ ઓફર માટે કિંમતના તમામ ઉપલબ્ધ વિકલ્પો એગ્રીગેટ કરશે અને ટ્રાવેલ યુનિયનના સભ્યોને સૌથી ઓછા ભાવ દેખાશે, જે તેઓ તેમના ગ્રાહકોને ઓફર કરી શકે છે. વળી આ ઓનલાઇન રદ કરવાની અને રિફંડની સુવિધા પણ આપશે, જે માટે સામાન્ય રીતે ગ્રાહકોને લાંબી રાહ જોવી પડે છે.

સભ્યો વિવિધ ટ્રાવેલ સર્વિસ પાર્ટનર્સ પાસે ડાયરેક્ટ બુકિંગના વિકલ્પો ઉપલબ્ધ હોવાથી ઊંચું માર્જિન મેળવવાનો લાભ લઈ શકે છે. ટ્રાવેલ યુનિયન એરલાઇન્સ, રેલવે, હોટેલ્સ, ટ્રિપ્સ, હોલસેલર્સ અને એગ્રીગેટર્સ પાસેથી સીધી શ્રેષ્ઠ ઇન્વેન્ટરી, સ્પર્ધાત્મક કિંમત અને અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરશે.

આ એપ અને વેબ પોર્ટલ દ્વારા ઓફર થતું સમગ્ર ભારતના અંતરિયાળ વિસ્તાર માટે વન-સ્ટોપ શોપ ટ્રાવેલ એજન્ટ્સ છે, જે એને ગ્રામીણ ગ્રાહકની જરૂરિયાતો પૂર્ણ કરવા પ્રથમ સુપર-એગ્રીગેટર પ્લેટફોર્મ બનાવે છે. આ પ્લેટફોર્મ  એના સભ્યો અને ગ્રાહકોને આઇઆરસીટીસી મારફતે ભારતમાં કાર્યરત તમામ ટ્રેનોની, 500થી વધારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, 10,000થી વધારે બસ ઓપરેટર્સ અને 10 લાખથી વધારે હોટેલ્સની સુલભતા આપશે.

ટ્રાવેલ યુનિયન હાલના ટ્રાવેલ એજન્ટો માટે આવક અને વૃદ્ધિની તકો વધારશે, નાના વેપારીઓ માટે આવકનો વધારાનો અને સ્થિર પ્રવાહ પૂરો પડશે, નવા ઉદ્યોગસાહસિક માટે વ્યવસાયની નવી તકો પ્રદાન કરશે અને ગ્રામીણ ગ્રાહકોને મદદ કરવા વિશ્વસનિય ટ્રાવેલ યુનિયન મેમ્બર્સ (ટ્રાવેલ એજન્ટો)નું નેટવર્ક ઊભું કરશે.

ટ્રાવેલ યુનિયન સભ્યોને બોર્ડ પર આવવામાં કોઈ પણ પ્રકારનું રોકાણ નહીં કરવું પડે અને બોર્ડ પર આવ્યા પછી કોઈ રિકરિંગ ખર્ચ લાગશે નહીં, જેથી બોર્ડ પર આવવામાં કોઈ અવરોધ ઊભો નહીં થાય. વળી આ આઇઆરસીટીસી એજન્ટ આઇડી ખરીદવાનો સૌથી ઓછો ખર્ચ ઓફર કરે છે. ઉપરાંત આ આઇડીનો ઉપયોગ કરીને સફળ નાણાકીય વ્યવહાર થતાં સમયની સાથે આ ખર્ચ રિફંડ મળશે, જે ટ્રાવેલ યુનિયનના સભ્યો માટે જ ઉપલબ્ધ ઉદ્યોગમાં આ પ્રકારની સૌપ્રથમ તક છે.

આ લોંચના પ્રસંગે સોનુ સૂદે કહ્યું હતું કે,“લોકડાઉન દરમિયાન મેં જોયું હતું કે, ગ્રામીણ ભારતીયોને તેમના વતન જવામાં સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નાનાં વેપારીઓને પણ વિવિધ પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જરૂરિયાતો પૂર્ણ કરવા માટેની ઓફરનો અભાવ અને ગ્રામીણ ભારતીયોની ડિજિટલ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સુવિધાઓની ઊણપ મને ઊડીને આંખે વળગી હતી.

હકીકતમાં અત્યારે ગ્રામીણ ગ્રાહકો પાસે તેમના પ્રવાસનું આગોતરું આયોજન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી અને તેમની વિવિધ પ્રકારની પ્રવાસની જરૂરિયાતો માટે જુદાં જુદાં ઓપરેટર્સ પાસે જવું પડે છે. મેં ટ્રાવેલ યુનિયનનો વિચાર કર્યો છે, જેથી અમે ટ્રાવેલ ઉદ્યોગમાં કારકિર્દી શરૂ કરવા ઇચ્છતાં દેશનાં કોઈ પણ નાગરિકને ઉદ્યોગસાહસિકતાની તક આપી શકીએ અને પ્રવાસ સાથે સંબંધિત તમામ અવરોધો દૂર કરી શકીએ.

ગ્રામીણ ટ્રાવેલ એજન્ટો માટે બી2બી ટ્રાવેલ ટેક પ્લેટફોર્મ ટ્રાવેલ યુનિયન એક મહત્વપૂર્ણ પહેલ છે, જે તેમને તેમના વિસ્તારોમાં પ્રવાસની શ્રેષ્ઠ ઓફર પ્રદાન કરવા સક્ષમ બનાવશે. આ હાલના ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે આવકનો વધારાનો સ્ત્રોત કે મહત્વાકાંક્ષી યુવાનો માટે આજીવિકાનું માધ્યમ બની શકશે.

જ્યારે મેં ભારતીય યુવાનોને રોજગારીની તકો પ્રદાન કરવા વિવિધ પગલાં લીધા છે, ત્યારે ટ્રાવેલ યુનિયન ભારતના અંતરિયાળ વિસ્તારોમાં સ્વરોજગારીની તકો ઊભી કરવાના મારાં સ્વપ્નને સાકાર કરશે, જેથી ગ્રામીણ યુવાન શહેરોમાં સ્થળાંતરણ કર્યા વિના તેમનું સ્થાનિક અર્થતંત્ર વિકસાવી શકે છે. ટ્રાવેલ યુનિયન સાથે અમે ભારતમાં ગ્રામીણજનો વચ્ચે આત્મનિર્ભરતા લાવવા અને ખરાં અર્થમાં ડિજિટલ ભારતનું નિર્માણ કરવા વધુ એક પગલું લીધું છે.”

સોનુએ ઉમેર્યું હતું કે, “આ સુપર એગ્રીગેટર એપ ટ્રાવેલ મેનેજમેન્ટનું ભવિષ્ય છે, જે વિવિધ પ્લેટફોર્મની જરૂરિયાત દૂર કરીને એક જગ્યાએ 360° ટ્રાવેલ સોલ્યુશન્સ ઓફર કરશે. આ પ્રથમ અને એકમાત્ર ભારતીય પ્લેટફોર્મ છે, જે નફાકારક અને સફળ વ્યવસાયિક સાહસ શરૂ કરવા ગ્રામીણ ટ્રાવેલ એજન્ટોને મદદ કરવા ડિઝાઇન કર્યું છે.”

અત્યારે ટ્રાવેલ યુનિયન અંગ્રેજી અને હિંદીમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આ વધુ 11 ભારતીય ભાષાઓમાં શરૂ થશે. પ્લેટફોર્મ પર નવી અને આગામી ઓફરમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હોલિડેના પેકેજ, વિઝા સર્વિસીસ, ફોરેક્સ સેવાઓ તેમજ ટ્રાવેલ/લગેજ એક્સેસરીઝ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.