સોપારી કીલરે જીવલેણ હુમલો કર્યો છતાં પત્નીનો આબાદ બચાવ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગત શનિવારના રોજ આકરૂન્દ ગામની સીમમાં એક મહિલા ઉપર અજાણ્યા કેટલાક શખ્શોએ જીવલેણ હુમલો કરી દેતાં ચકચાર મચી હતી.તીક્ષ્ણ હથીયારથી મહિલા ઉપર કરાયેલ આ હુમલામાં સંડોવાયેલ પતિ આરોપીઓને જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી હવાલાતે કરી દીધા હતા.આ ચકચારી બનાવમાં પતિ એ જ તેની પત્નિને મોતને ઘાટ ઉતારી દેવા રૂ.૨ લાખમાં સોપારી આપી હોવાની હકીક્ત તપાસમાં બહાર આવતા બેવફા પતિ વિરૂધ્ધ ફીટકાર વરસ્યો હતો.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પત્નીની સોપારી આપનાર નરાધમ પતિ વિજયગીરી ગોસ્વામી અને વિનોદ યોગત લુહારને ઝડપી પડ્યા બાદ શુક્રવારે પારૂલબેન પર જીવલેણ હુમલો કરનાર અમદાવાદના અનીલ જયરામ ચૌહાણ અને કરણ ઉર્ફે સચીન રાધેશ્યામ કડિયા નામના બંને સોપારી કિલરને અમદાવાદથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર જીલ્લામાં ચકચાર મચાવનાર આકરૂન્દ ગામની સીમમાં મહિલા ઉ૫ર જીવલેણ હુમલાનો ગુનાનો ભેદ એક સપ્તાહમાં ઉકેલી નાખ્યો હતો.
બાયડની મધુરમ ફાર્મમાં રહેતા વિજયગીરી ગોસ્વામી ગત શનીવારે તેમના પત્નિ પારૂલબેનને લઈ વતન આકરૂન્દ ગામે જઈ રહયા હતા.દરમ્યાન આકરૂન્દ ગામની સીમ નજીક આ દંપતી પહોંચ્યું હતું.ત્યારે વિજયગીરી બાઈક થંભાવી પેશાબ કરવા રોડ સાઈડે ઉતર્યો હતો.એ દરમ્યાન મોટર સાયકલ લઈ આવી ચડેલ બે અન્ય ઈસમોએ બાઈક પાસે ઉભેલા પારૂલબેન ઉપર તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી.આ હુમલા બાદ આ શખ્શે ભાગી છુટયા હતા અને પતિ વિજયગીરી એ આ અંગે જરૂરી જાણ પોલીસને કરતા પંથકમાં ચકચાર મચી હતી.
આ ગુનાની તપાસ જિલ્લા એલ.સી.બી.ના ઈન્સ્પેકટર આર.કે.પરમારે શરૂ કરી હતી.આ ચકચારી કેસમાં ફરીયાદી થી જ તપાસ શરૂ કરાતાં અને મળેલ બાતમીના આધારે હાથ ધરાયેલ તપાસમાં પતિ વિજયગીરી ગોસ્વામીએ જ પોતાની પત્નિ પારૃલબેનનું કાસળ કાઢવા આ હુમલો રૂ.૨ લાખની સોંપારી આપી કરાયો હોવાનું જણાઈ આવ્યું હતું.અને પારૂલબેનની હત્યા ની સોંપારી બાયડના જ વિનોદભાઈ યોગતભાઈ લુહાર નાઓએ લઈ અન્ય બે ધંધાદારી ગુનેગારોને રોકયા હતા હતા
અનીલ જયરામ ચૌહાણ અને કરણ ઉર્ફે સચીન રાધેશ્યામ કડિયા અમદાવાદ ના બે ઈસમોએ એ તીક્ષ્ણ હથીયાર વડે જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનીખેજ હકીક્તો બહાર આવતાં સૌ કોઈ ચોંકી ઉઠયા હતા.અને બેવફા પતિ સામે પંથકમાં ફીટકાર વરસ્યો હતો.એલસીબી ટીમે આ ચકચારી ગુનામાં પતિ સહીત સોપારી લેનાર અને મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર બે સોપારી કિલરને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.