સોપોરમાં જવાનો પર આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ, બે નાગરિકોનાં મોત

Files Photo
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ અને સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો. આ હુમલામાં બે નાગરિકોનાં મોત થયા છે. બીજી તરફ, આ હુમલામાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને જવાનોને હૉસ્પિટલ લઈ જતી વખતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આતંકવાદીઓની ધરપકડ માટે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચિંગ શરૂ કરી દીધું છે.
માર્યા ગયેલા બે નાગરિકોની ઓળખ મંજૂર અહમદ અને બશીર અહમદના રૂપમાં થઈ છે. અહેવાલ છે કે હુમલામાં માર્યા ગયેલા બંને નાગરિક ક્રાલ તેંગના રહેવાસી હતા. ઘાયલ થયેલા ત્રણ પોલીસકર્મીઓ સહિત એક એસ.આઇ. અને બે નાગરિકોને શ્રીનગર રેફર કરવામાં આવ્યા હતા. તમામની હાલત ખૂબ જ નાજુક હોવાનું કહેવાતું હતું.
ગત ૬ જૂન રવિવારે પણ પુલવામામાં સુરક્ષા દળો પર ગ્રેનેટ હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૯ લોકો ઘાયલ થયા હતા. આ ધમાકો દક્ષિણ કાશ્મીરના અવંતીપુરાના ત્રાલમાં બસ સ્ટેશનની પાસે થયો હતો. પોલીસે જાણકારી આપી હતી કે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની નાકા પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો હતો. જાેકે, નિશાન ચૂકાઈ ગયું હતું, પરંતુ નાગરિકો ઘાયલ થયા હતા.
જૂન મહિનાની શરૂઆતમાં જ પુલવાલાના ત્રાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રાકેશ પંડિતાની આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી. રિપોર્ટ્સ મુજબ, પંડિતા પર હુમલો તે સમયે થયો હતો જ્યારે તેઓ પોતાના બે સુરક્ષા અધિકારી સાથે નહોતા. આ દરમિયાન બીજેપીના અનેક નેતાઓએ પાર્ટીના સભ્યો પર થઈ રહેલા હુમલાની નિંદા કરી હતી.