Western Times News

Gujarati News

સોપોરમાં નાગરિકો પર આંતકીઓનો ગોળીબાર

File Phtoto

કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવ્યા બાદ સૌ પ્રથમ આંતકી હુમલામાં બાળકી સહિત ચારને ઈજા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવ્યા બાદ સમગ્ર રાજયમાં અગમચેતીના તમામ પગલા ભરવામાં આવી રહયા છે. ભાગલાવાદી નેતાઓને નજર કેદ રખાયા છે ધીમેધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે નાગરિકોને ડરાવવા માટે છેલ્લા એક સપ્તાહથી આંતકવાદી સંગઠનો ઠેરઠેર પોસ્ટરો લગાવી હુમલા કરવાની ધમકી આપી રહયા છે

જેની સામે સુરક્ષાદળના જવાનો સતર્ક બનેલા છે આ દરમિયાનમાં આજે સવારે આંતકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા ચાર નાગરિકોને ઈજા થઈ છે જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. ૩૭૦ની કલમ નાબુદ કર્યા બાદ સૌ પ્રથમ આંતકવાદી ઘટના ઘટતા જ તાત્કાલિક સમગ્ર શૌપાર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે જમ્મુ-કાશ્મીરને અપાયેલા ખાસ દરજ્જાને કારણે કેન્દ્ર સરકારની યોજનાઓનો અમલ થતો ન હતો અને ભાજપના એજન્ડામાં જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબુદ કરવાનું વચન આપવામાં આવ્યું હતું કેન્દ્રમાં સતત બીજી વખત મોદી સરકાર સત્તા સ્થાને આવતા જ સૌ પ્રથમ જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દેવામાં આવી હતી

જેનો સ્થાનિક નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો પરંતુ અલગતાવાદી આ તમામ નેતાઓને નજર કેદ કરી દેવામાં આવ્યા છે. બીજીબાજુ ત્રાસવાદીઓ ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ૩૭૦ની કલમ નાબુદ થતાં જ થોડા દિવસ કફર્યુ જેવી સ્થિતિ  જાવા મળતી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ  સામાન્ય બની રહી છે

જેના પરિણામે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી સંગઠનો ઉશ્કેરાયા છે અને ફરી એક વખત હુમલો કરવાની ફિરાકમાં છે અને છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં નાગરિકોને ધમકી આપતા પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા છે જેના પગલે અરાજકતાનું વાતાવરણ જાવા મળતુ હતું આ દરમિયાનમાં આજે સવારે સોપારમાં આંતકવાદીઓએ અચાનક જ નાગરિકોને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો જેમાં ચાર નાગરિકોને ગોળી વાગતાં ગંભીર ઈજાઓ થઈ છે ઈજાગ્રસ્ત નાગરિકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.