Western Times News

Gujarati News

સોમનાથમાં કાર્તિકીપુર્ણીમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભગવાન શિવે ચંદ્રદેવને ક્ષય રોગથી મુક્ત કર્યા. રત્નાકર સમુદ્ર તટે પ્રભાસ ક્ષેત્રમાં શિવ –સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા.  જ્યાંથી ચંદ્રએ પોતાની ક્ષીણ થયેલી કળાઓ પરત મેળવી, એવા પ્રભાસ ક્ષેત્રમાં કાર્તિકીપુર્ણીમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાત્રીના મહાપુજા અને રાત્રીના 12:00કલાકે મહાઆરતી.

Mayabhai ahir at Somnath temple,

     સૌરાષ્ટ્રમાં મેળાની આગવી પ્રથા છે, ગીર સોમનાથ જીલ્લામાં ઉજવાતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ સ્થાન ધરાવે છે.પાંચ દિવસના મેળાનો મહાઆરતી તેમજ ડાયરાની પુર્ણાહુતિ બાદ સમાપન યોજાયું..મહાભારતના અને પુરાણોના ઉલ્લેખ પ્રમાણે કાર્તિકિ એ ભગવાન શિવ એ ત્રિપુર નામના અસુરોનો નાશ કરી લોહ,રૌપ્ય અને સુવર્ણના નગરોનો બાળીને તે દિવસે અસુરના તે અસુરના કષ્ટમાંથી લોકોને મુક્ત કરાવેલ.જેથી આ દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વનો માનવામાં આવે છે. ધાર્મિક પરંપરા જળવાય રહે તેવા શુભ આશયથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ પારંપરિક મેળાનું આયોજન કરવામાં આવે છે.

   શ્રી સોમનાથ તીર્થધામમાં કાર્તિકિપુર્ણિમાનું અનેરૂ મહત્વ છે. શ્રી સોમનાથ મહામેરૂપ્રાસાદના શિખર ઉપર પુર્ણિમાની મધ્ય રાત્રિ એ ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે કે,જાણે સ્વયં ભગવાન સોમેશ્વરે ચંદ્રને મુગટ સ્વરૂપે ધારણ કરેલ હોય. મધ્યરાત્રિ એ ભગવાન શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા-મહાઆરતી થાય છે. જેમાં ભક્તો મહાઆરતી દર્શનનો લાભ લઇ શિવક્રુપા પ્રાપ્ત કરે છે.ઘણા ભાવિકો પ્રતિવર્ષ કાર્તિકિપુર્ણિમાએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવાનું ચુકતા નથી,

   ચંદ્રને પોતાના સ્વસુર દક્ષપ્રજાપતીએ આપેલ શ્રાપ બાદ, મુક્તિ મેળવવા બ્રહ્માજીએ પ્રભાસક્ષેત્રના રત્નાકર તટે ચંદ્રને શિવ આરાધના કરવા જણાવેલ…પ્રભાસક્ષેત્રના રત્નાકર તટે ચંદ્રને શિવ આરાધના કરવા જણાવેલ.પ્રભાસક્ષેત્રમાં ચંદ્રમાએ 10 કરોડથી વધુ મહામ્રુત્યુંજય જાપના ફળ સ્વરૂપે ચંદ્રને તેની કળાઓ પુન: પ્રાપ્ત થઇ….ચંદ્રની ભક્તિ થી પ્રસન્ન થઇ શિવ સ્વયં ચંદ્ર એટલે સોમ ના નાથ એમ સોમનાથના સ્વરૂપ પ્રભાસમાં બિરાજમાન થયા.  સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર માયાભાઇ આહિર એ પોતાની કાઠીયાવાડી શૈલીમાં લોકોને  સંસ્ક્રુતિ અને ઐતિહાસીક પ્રસંગોનું વર્ણન કરી અભિભુત કર્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.