સોમનાથમાં દર્શન માટેની એન્ટ્રી પાસ સિસ્ટમ બંધ

સોમનાથ, રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોના કહેર ઓછો થઇ ગયો છે. હવે પહેલાંની સરખામણીએ કેસમાં સતત ઘટાડો થયો છે. જેના લીધે સરકાર પણ પ્રતિબંધોમાં છૂટછાટ આપી રહી છે. તાજેતરમાં આ વર્ષે ૪૦૦ લોકોની હાજરીમાં શેરી ગરબાની પરમિશન આપી છે. મંદિરોના દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં કોરોનાના નિયમો હળવા કરાવામાં આવ્યા છે.
સોમનાથ મહાદેવના દર્શન માટે અમલી ૧૪ મહિનાઓથી અમલી બનાવાયેલ પાસ સિસ્ટમ ૧૧ ઓક્ટોબરથી હવે એન્ટ્રી પાસ સિસ્ટમ બંધ કરવામાં આવી છે.
કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ એ માટે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકોને પાસ લેવા ફરજીયાત હતા. દર્શનાર્થીઓ હવે કોઇપણ પાસ કરાવ્યા વગર ગમે ત્યારે મહાદેવના દર્શને આવી શકશે. કોરોના હળવો થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. સોમનાથ દાદા દર્શને જતા ભક્તોએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તેમજ કોવિડની ગાઇડ લાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.SSS