સોમનાથમાં મહાદેવના દર્શન માટે વિશાળ એલઈડી મુકાશે
સોમનાથ, વિશ્વ પ્રસિદ્ધ ભારતના બાર જ્યાર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવનું દિવ્ય મંદિર આગામી નૂતનવર્ષ દિવાળી પર્વો રજાઓને અનુલક્ષીને સોમનાથ આવતા ભાવિકો યાત્રીકોની સુવિધા સ્મૃતીમય યાત્રા બને તે માટે જાેરશોરથી અનેકવિધ કાર્યો ઝડપભેર ઉપાડ્યાં છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે કે ટ્રસ્ટે બે ખાનગી મોબાઇલ કંપનીઓના સહયોગથી યાત્રીકો માટે એક સુંદર પ્રોજેક્ટ કાર્ય હાલ ગતીમાં છે. જેમાં દર્શન માટે એન્ટ્રીગેટમાં પ્રવેશતા જ દિગ્વીજય દ્વાર સુરક્ષા કુટિર પાસે એક વિશાળ એલ.ઇ.ડી સ્ક્રીન મુકાશે. જે દસ ફુટના ઉંચા સ્ટ્રક્ચર ઉપર ૨૦.૧૦ ના સ્ક્રિન ઉપર સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કતારમાં દર્શન માટે જતાં હશે ત્યારે આ સ્ક્રિન ઉપર મંદિરમાં પ્રવેશ્યા પહેલા જ ભગવાન ભોલેનાથનાં દર્શન કરી શિવ અનુભુતી સાથે શિવમય બનશે. સ્ટ્રક્ચર માળખું ફીટ કરાઇ રહ્યું છે.
જે આગામી દિવાળી પહેલા ચાલુ કરી દેવાની ટ્રસ્ટની નેમ છે. સોમનાથ યાત્રી સુવિધા ભવનની દિવાલોને પણ થીમ આધારીત કલાત્મક કલાકૃતિઓથી શણગારાઇ રહી છે. સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી પ્રવિણ લહેરીના માર્ગ દર્શન હેઠળ ટેરાકોટા આર્ટથી ભવનની દિવાલોને ઉસેલ પેઇન્ટીંગ કોતરણી કલાકૃતીથી દિવાલોને મઢાઇ રહી છે.
જેમાં પ્રથમ તબ્બકામાં ગ્રામ્ય-જીવન વહેલી સવારના ઉડીથી માંડીને ખોરડામાં વાસીદા, ઘમ્મર-ઘમ્મર છાશના વલોણા, ખેતરમાં પક્ષી ઉડાડવા, ખેતરમાં પાકેલ અનાજ કોઠીમાં ભરવું પશુ પ્રાણીને નિરણ પાણીના કુંડા ભરવા, ખાંડણીયું, ગાયને દોહવું આવા અંદાજે ૬બાય૬ માં કુલ ગ્રામ્ય જીવનનાં કુલ ત્રીસ દ્રશ્યો કંડારાયા છે. જે જાેઇ યાત્રીકો પ્રાચીન ભારતની સંસ્કૃતીથી અવગત થશે. અને નવી પેઢી ભારતના આપ્રાચીન વારસાને સેલ્ફી મોબાઇલ દ્વારા યાત્રાને સ્મરણીય બનાવશે વિવિધ થીમો પણ ટેરાકોટાથી મઢવામાં આવશે.SSS