સોમનાથમાં મહાશિવરાત્રિએ સવારે ૪ વાગ્યાથી મંદિર ખુલેલુ ત્યારથી લોકોનો પ્રવાહ વહી રહ્યો છે
મહાશિવરાત્રિએ સવારે ૪ વાગ્યાથી મંદિર ખુલેલુ ત્યારથી લોકોનો પ્રવાહ વહી રહ્યો છે શ્રદ્ધાળુ હર હર મહાદેવના અને જય સોમનાથ ના નારા સાથે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે દર્શન કરી રહ્યા છે અને સેંકડો લોકોએ નાની-મોટી પૂજા વિધિઓ લખાવી અને પોતાની આ ભક્તિ રૂપી બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરી રહ્યા છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી બીલીવન ના માટે વિકાસની વાત લઈને આવ્યું છે કોઈ આભૂષણો કોઈ પાઘડીઓ કોઈ ફળો ફૂલો ઓરીસ્સા નુ મંડળ શિવ આરાધના કરેલ. મહાદેવ ને પોતાની વસ્તુઓ અર્પણ કરવા ગઈકાલથી લોકોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે આજે ચાર વાગે ખુલેલુ શ્રી સોમનાથ મંદિર આવતીકાલે રાત્રે 10:00 વાગ્યે બરાબર ૪૨ કલાક સુધી અવિરત દર્શન શરૂ રહેશે. કેમેરા અને કોમ્પ્યુટરથી કાઉન્ટીંગ વ્યવસ્થા કરી રહ્યા છીએ, પોલીસે જે રીતે દર વર્ષે ઉત્તમ બંદોબસ્ત કરે છે તે કર્યો છે
રસ્તો બંધ કર્યો છે પાર્કિંગમાં સુવ્યવસ્થીત ચાલી રહી છે. દર્શન કરીને લોકોને પણ શાંતી થી પરત જવા માંડ્યા છે . યાત્રિકોની સુવિધા માટે ભંડારાઓ શરૂ છે. ટ્રસ્ટ તરફથી ભગવાન ની મહાપૂજા અને ધ્વજાપુજન માન.ટ્રસ્ટી સેક્રેટરી શ્રી લહેરી સાહેબ દ્વારા કરી મહોત્સવ નો પ્રારંભ કરેલ હતો. મહાદેવને પ્રાતઃ વિશેષ શૃંગાર કરવામાં આવેલ. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના ધર્મપત્ની અંજલીબહેન રૂપાણીએ પ્રાતઃઆરતી કરેલ, આ પ્રસંગે તેઓનુ સન્માન કરવામાં આવેલ, સોમનાથ મહાદેવ નગરચર્યા એ નીકળેલ ત્યારે ભક્તો બમ બમ અને હર હરનો નાદ સમગ્ર પરિસરમાં ચોમેર ગુંજી ઉઠેલ હતો.