સોમનાથમાં શ્રાવણના ચોથા સોમવારે ભક્તોનો માનવ સમુદાય ઉમટ્યો
શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના ચોથા સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો… ભક્તોના જય સોમનાથ ના નાદ થી મંદિર ગુંજી ઉઠ્યું.શ્રી સોમનાથ મહાદેવને પ્રાતઃ પીતાંબર અને પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવેલ. ભક્તો શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલા હતા.