સોમનાથ, અંબાજી, દ્વારકા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે
બજેટમાં સોમનાથ-અંબાજી અને વડનગરને લઈને મોટી જાહેરાત
ગાંધીનગર, નાણાંમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું તેમાં યાત્રાધામ વિકાસના બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. ૬૫૨ કરોડની જાેગવાઈ. આ સાથે કેવડિયાની આસ-પાસના ૫૦ કિ.મી ત્રિજ્યા કમલમ્ ફ્રૂટના બે લાખ રોપાનું વાવેતર કરાશે.
તેમણે કહ્યું કે પ્રવાસ અને યાત્રાધામ વિકાસ માટે પણ સરકારના બજેટમાં કેટલીક જાેગવાઈ છે. કેવડિયાની આસ-પાસના ૫૦ કિ.મીમાં કમલમ્ ફ્રૂટના બે લાખના વાવેતર માટે ૧૫ કરોડની જાેગવાઈ કરાઈ છે. આ સાથે વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના ઉભી કરવાની તૈયારી છે.
આ ઉપરાંત પ્રવાસન માટે જાેદવાઇ કરી છે તેમાં અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે પ્રવાસન ક્ષેત્ર માટે ૪૮૮ કરોડની જાેગવાઈ, વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરાશે, રોજગારીની સંભાવના વધશે પ્રવાસન ક્ષેત્ર માટે ૪૮૮ કરોડની જાેગવાઈ પ્રવાસીઓને સુવિધા આપવા માટે ૩૧૫ કરોડ વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે.
હેરીટેજ સ્ટ્રક્ચર, પુરાતત્વીય સ્થળનો વિકાસ કરાશે તળાવ, મંદિર માટે માસ્ટર પ્લાન બનાવાશે ટંકારામાં પ્રવાસન સુવિધાઓ વિકાસાવાશે પોરબંદરના કીર્તિ મંદિર સહિતના સ્થળને વિકસાવાશે ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળનો વિકાસ કરાશે બેટ દ્વારકા, મોઢેરા, સાપુતારામાં સુવિધાઓ વધારવામાં આવશે. યાત્રાધામ માટે ૧૫૪ કરોડની જાેગવાઈ અમદાવાદ, સોમનાથ, અંબાજીમાં હેલીપોર્ટ વિકસાવાશે સાપુતારા, ગીર, દ્વારકામાં પણ હેલીપોર્ટ બનાવાશે.
કાયમી ધોરણે હેલીપોર્ટ વિકસાવવા ૨ કરોડની જાેગવાઈ પાવાગઢ સર્વગ્રાહી વિકાસ માટે રૂ.૩૧ કરોડનો પ્રોજેક્ટ નારાયણ સરોવર માટે રૂ.૩૦ કરોડના પ્રોજેક્ટ માતાના મઢના વિકાસ માટે રૂ.૨૫ કરોડના પ્રોજેક્ટ બહુચરાજીના વિકાસ માટે રૂ.૧૦ કરોડની જાેગવાઇ કંથારપુર વડના વિકાસ માટે રૂ.૧૦ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.