સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બનનાર મોદી દેશના બીજા વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના નવા અધ્યક્ષ-ટ્રસ્ટની બેઠકમાં લેવાયો ર્નિણય,
સોમનાથ, જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે આજે સાંજે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સર્વાનુમતે ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. મોદીને એક વર્ષના કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છેકે, નરેન્દ્ર મોદી દેશના બીજા વડાપ્રધાન છે જે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા છે. તેમના પહેલા મોરારજી દેસાઇ વડપ્રધાન હતા ત્યારે તેઓ ટ્રસ્ટના ચેરમેન બન્યા હતા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે, સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની આજે વર્ચ્યુઅલ બેઠક મળી હતી.
જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નોંધનીય છેકે અગાઉ બે વખત જે અનિવાર્ય સંજાેગોના કારણે ફરી બેઠક મુલત્વી રહી હતી. ત્રણેક માસ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું.
જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણુંક કરવા માટે આજે સાંજે ૬ઃ૩૦ વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક મળી હતી. આ વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જાેડાયા હતા. બેઠકમાં નવા ચેરમેનની વરણીના એજન્ડા સાથે સોમનાથમાં ચાલતા વિકાસ કામોની ચર્ચાઓના એજન્ડાની દર ત્રણ મહિને મળતી રૂટીન બેઠક હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.