સોમનાથ ટ્રસ્ટનો ર્નિણય અતિથિગૃહમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે
સોમનાથ: કોરોનાની મહામારીમાં હોસ્પિટલોમાં જગ્યા નથી બેડ હાઉસકૂલ થઇ ગયા છે. તેના લીધે કોરોનાના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આજે પણ સામાજિક સંસ્થાઓ મહામારીના સમયમાં હમેંશા સેવા આપવા સત્પર રહે છે. લીલાવતી અતિથિગૃહમાં કોવિડ સેન્ટર શરૃ કરવાનો ર્નિણય સોમનાથ ટ્રસ્ટે લીધો છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહિવટી પ્રશાસન સાથેસંકલન કરીને આરોગ્ય વિભાગની જરૂરિયાત મુજબ લીલાવતી અતિથિગૃહમાં કોવિડ સેન્ટરની સેવા શરૃ કરવામાં આવી છે. લીલીવતી અતિથિગૃહમાં ૭૩ રૂમો એટેચ ટોઇલેટ બાથરૂમવાળા,આરોગ્ય સ્ટાફ અને દર્દીઓ માટે ચા-નાસ્તો સહિત ભોજનની સેવા નિ;શુલ્ક વ્યવસ્થા સાથે ટીવી કેબલ કનેકશનવાળી સુવિધા પણ છે. જે હોમ ક્વોરેન્ટાઇન થયાં છે તેમના પરિવાર માટે ટિફિન સોવા પણ કાર્યરત છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે કોરોના ગાઇડલાઇનનું અમલ કરો અને જરૂરીના હોય તો ઘરમાંથી બહાર ના નીકળો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ સેવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી.