સોમનાથ તીર્થમાં શિવપુરાણ કથા યોજાઈ
કથા પ્રારંભે મુખ્ય યજમાન યોગેશભાઇ પટેલ દ્વારા ધ્વજાપુજા અને પોથી પુજન કરી સોમનાથ મંદિર ખાતે થી પોથીયાત્રા પ્રસ્થાન થઇ હતી, યાત્રા માહેશ્વરી અતિથિગૃહ ખાતે પહોચતા પોથી યજમાનો અને ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર, તથા ટ્રસ્ટી સેક્રેટરી એ પોથી પુજન કરેલ હતુ. કથા પ્રારંભે વ્યાસાસને થી અધ્યાત્માનંદજીએ આગવી શૈલી થી શિવમહિમ્ન સ્તોત્ર થી સૌને શિવમગ્ન કરેલ હતા. ઉપસ્થીત સૌ ભક્તો ધન્ય બન્યા હતા. આ કથા ટ્રસ્ટના માહેશ્વરી અતિથિગૃહ ખાતે બપોરે 3-00 થી સાંજે 7-00 દરમ્યાન યોજાશે જેનો લ્હાવો લેવા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ છે.