સોમનાથ-દ્વારકા-સ્ટેચ્યુ ઓફ યુનિટીએ જતાં લોકોનો ભારે ધસારોઃ એસ.ટી.-ખાનગી લકઝરીઓમાં મુસાફરો વધ્યા

પ્રતિકાત્મક
આઠમના તહેવારોને લઈને સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફૂલ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ તહેવારો શરૂ થઈ જશે. પાંચમ-છઠ્ઠ-સાતમ અને આઠમના તહેવારોની સાથે સાથે રક્ષાબંધન પણ છે. આમ, એક પછી એક તહેેવારો આવતા જ લોકો પોતાના ગામ જઈ રહ્યા છે. તો દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી સહિતના સુપ્રસિધ્ધ યાત્રાધામોએ દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. જેને કારણે એસ.ટી. બસોમાં તથા ખાનગી લકઝરીઓમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે.
ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ ‘કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે યાત્રાધામો ખુલતા જ ભક્તો-શ્રદ્ધાળેુઓ ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. એસ.ટી.તંત્રએ પણ નીતિ-નિયમોને ધ્યાનમાં રાખીને બસોમાં મુસાફરોને ભરી રહ્યુ છેે.
લગભગ ૭પ ટકા પેસેન્જરો સાથે બસ દોડવાઈ રહી છે. તો શ્રાવણ મહિનાનો અને આઠમનો તહેવારોને લઈને સૌરાષ્ટ્ર-તરફ જતી બસોમાં ભીડ વધી છે.
તહેવારો અને તેમાં પણ આઠમનું મહત્ત્વ સૌરાષ્ટ્રમાં વિશેષ છે. જાે કે આ વખતે આઠમના મેળાઓ યોજાવાના નથી. પરંતુ તહેવારોનો પોતાના વતન જઈને મનાવવા માટે સેંકડો લોકોએ દોટ લગાવી છે. પરિણામે એસ.ટી.બસો તથા ખાનગી લકઝરીઓમાં એકંદરે મુસાફરો વધ્યા છે. સોમનાથ-દ્વારકાના સાથે સાથે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જવા માટે પણ ભારે ધસારો જાેવા મળી રહ્યો છે.