સોમનાથ મંદિરમાં મહાદેવ પાસે શ્રી યંત્ર ની રંગોળી કરવામાં આવી
દિપાવલીના પાવન પ્રસંગે શ્રી સોમનાથ મહાદેવને વિવિધ પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવેલ. શ્રી સોમનાથ મંદિરમાં મહાદેવ પાસે શ્રી યંત્રની રંગોળી કરવામાં આવેલ, અને નૃત્યમંડપમાં વિશેષ રંગોળીથી સુશોભન કરવામાં આવેલ. ભક્તો દ્વારા શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. ઉજાસના પર્વે વિશ્વકલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.