સોમનાથ મંદિર સરદાર ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભક્તિ કરી દેશ વિદેશના યાત્રીકો ધન્ય બન્યા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે ધ્વજવંદન માન.ડો.શ્રી યશોધરભાઇ ભટ્ટ સાહેબ (નાણાભંડોળ અને સંકલન કર્તા) ના વરદ હસ્તે કરવામાં આવેલ, ત્યારબાદ ભારતમાતાનું પૂજન,શ્રી સરદાર પટેલશ્રી ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. હતી.
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી અધિકારીગણ/કર્મચારીઓ અને સિક્યોરીટી સ્ટાફ,શ્રી સોમનાથ સુરક્ષાના અધિકારી શ્રી સહિત સાથે સ્ટાફ જેમાં પોલીસકર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા આર.એસ.એસ.સંઘના સભ્યો,તીર્થ પુરોહિત તથા બહોળી સંખ્યામાં યાત્રીકો પણ આ પ્રસંગે જોડાયા હતા. શ્રી આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકો દ્વારા કરાટે,ડાન્સ અલગ-અલગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવેલ.શ્રી સોમનાથ મંદિર પરિસરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સભ્યો દ્વારા ઘોષવાદન કરવામાં આવેલ. પ્રજાસતાક પર્વે શ્રી સોમનાથ મહાદેવને સાયં વિશેષ ત્રિરંગા શ્રુંગાર કરવામાં આવેલ.