સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જતા હોવ તો પહેલાં આ જાણી લો
સોમનાથ: ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થતો જાય છે. દિવસે ને દિવસે કોરોનાનાં કેસનાં આંકડાઓ રાજ્યમાં વધતા જ જાય છે. એવામાં હવે શ્રાવણ મહિનો શરૂ થતાં શિવાલયો પર પણ ભક્તોની ભીડ જામવા લાગી છે. ત્યારે સોમનાથ મંદિરમાં જામતી ભક્તોની ભારે ભીડને કારણે સોમનાથ ટ્રસ્ટે મંદિરમાં પ્રવેશ (દર્શન) માટે ફરજિયાત પાસ સિસ્ટમ શરૂ કરી દીધી છે. બહારથી આવનારા ભક્તો માટે ફરજિયાત ઓનલાઇન પાસ બુકિંગ કરવાનું રહેશે.
મહત્વનું છે કે હવે શ્રાવણ મહિનો શરૂ થતાં શિવભક્તો મંદિરોમાં દર્શન માટે ઉમટી પડ્યાં છે. પરંતુ કોરોના મહામારીને કારણે તેની ગાઇડલાઇનનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ ભારતનું એક માત્ર પ્રથમ જ્યોતિર્િંલગ સોમનાથ મહાદેવનાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામતા ટ્રસ્ટે દર્શન માટે ફરજિયાત પાસ સિસ્ટમ કરી દીધી છે. જેનાં ઓનલાઇન બુકિંગ આવશ્યક થઇ ગયું છે.
આમ, સોમનાથ મંદિર દર્શન માટે પાસ સિસ્ટમ શરૂ કરનારું પ્રથમ મંદિર બની ગયું છે. ટ્રસ્ટનાં નિર્ણય મુજબ દર્શનનાં સમય મુજબ દર કલાકે ૨૦૦ જેટલાં પાસ ઇશ્યુ કરવામાં આવશે. જાે કે કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા સોમનાથ મહાદેવની આરતીમાં કોઇને પણ પ્રવેશ નહીં મળે.
એ માટે સૌ પ્રથમ આપે મંદિરની વેબસાઇટ.ર્ખ્તિ પર મુકાયેલ દર્શન બુકિંગ માટેની લિંક ઓપન કરીને ભક્તો નિર્ધારિત દર્શન સ્લોટ અનુસાર તારીખ અને સમય પસંદ કરીને દર્શન માટે બુકિંગ કરાવીને પાસ મેળવી શકશે. પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન વર્ષ ૨૦૧૯માં ૧૮ લાખ શિવભક્તોએ મહાદેવજીનાં દર્શન કર્યાં હતાં. સામાન્ય રીતે જાેઇએ તો દરરોજનાં ૭૦થી ૮૦ હજાર દર્શનાર્થીઓ અહીં આવે છે પરંતુ હાલમાં કોરોના મહામારીને કારણે માત્ર ૧૦,૦૦૦ ભક્તો જ દર્શન કરી શકશે.
આવતી કાલથી મંદિરમાં ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં નાના બાળકો અને ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને દર્શન માટે પ્રવેશ આપવામાં નહીં આવે. આ ઉપરાંત મંદિરમાં ઘંટ વગાડવા તેમજ રેલિંગ અથવા બાંધકામનાં કોઈ પણ ભાગને સ્પર્શ કરવાનો સ્પષ્ટ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત પ્રવેશદ્વાર પર બે સેનિટાઇઝર કેબિન-ટનલ મૂકવામાં આવી છે. જેમાંથી દરેકે પસાર થવું ફરજિયાત છે.