સોમનાથ મહાદેવના દર્શનાર્થે માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
આજરોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત ના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પરિવાર સાથે આવી પહોચેલ, સોમનાથ મહાદેવના દર્શન મહાપૂજા-ધ્વજાપૂજા કરવામાં આવેલ, જેમાં ધર્મપત્ની અંજલીબેન રૂપાણી તેમજ પુત્ર ઋષભ પણ સામેલ થયા હતા. પૂજા બાદ સ્મૃતી ભેટ આપી ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રીએ તેઓનુ સન્માન કરેલુ હતું. તેઓએ સોમનાથ મહાદેવ તેમજ પરિસરમાં આવેલ હનુમાનજી,ગણપતીજી, વિર હમીરજી ગોહીલ ના દર્શન કરી ધન્ય બન્યા હતા.