સોમનાથ મહાદેવને 51 કિલો જેટલા પુષ્પોનો શ્રુંગાર કરાયો

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ સુદ બીજ ના દિવસે શ્રી સોમનાથ મહાદેવને (51)કિલો જેટલા પુષ્પોનો વિશેષ શ્રુંગાર કરવામાં આવ્યો હતો.
સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભારે ભીડ જોવા મળી છે. ગુજરાત (Gujarat) માં આવેલું આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે, તેથી તેનું શ્રાવણ મહિનામાં મહત્વ વધી જાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
ટ્રસ્ટ દ્વારા કોવિડ (Covid 19) ની ગાઇડલાઇન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ (Somnath Temple, Gujarat) માં શ્રાવણ માસ દરમ્યાન દર્શન માટેની લાંબી લાઇનમાં ઉભા રહેલા ભાવિકો વરસાદમાં પલળે નહીં કે તડકો ન લાગે તે માટે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વખતે પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને બોરસલ્લીનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ સોમનાથ આવ્યા હતા. તેમણે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી. કે. લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.