સોમનાથ સ્ટેશન ખાતે પ્લેટફોર્મ પર વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરાયું

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે સોમનાથ સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે ભાવનગર ડિવિઝનના સોમનાથ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જનરલ મેનેજર શ્રી કંસલે સ્ટેશન પર ઉપલબ્ધ પેસેન્જર સુવિધાઓનું આંકલન કર્યુ હતું. તેમણે સોમનાથ સ્ટેશન ખાતે પ્લેટફોર્મ પર ખાનપાન સ્ટોલ, પેસેન્જર વેઇટિંગ રૂમ, વોટર કુલર, વેઇટિંગ રૂમ, દિવ્યાંગ ટ્રેલર, વેઇટિંગ રૂમ, પીવાના પાણીની સુવિધા, સ્ટેશન પર સ્વચ્છતા, કોચ ઇન્ડિકેટર.
બુકિંગ ઓફિસ, ડિસ્પ્લે બોર્ડ અને કેટરિંગ સુવિધા, સ્ટેશન પર ઉપલબ્ધ થનારી વિવિધ સુવિધાઓ, કોચ ઇન્ડિકેટર બોર્ડ વગેરેનું પણ નિરીક્ષણ કર્યું. જનરલ મેનેજરે રેલવે વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) સાથે ડિવિઝન પર ચાલી રહેલા વિકાસ કામોના સંદર્ભમાં બેઠક કરી, સોમનાથ સ્ટેશન પર જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી અને જલ્દી ઉકેલ લાવવાની ખાતરી આપી.
જનરલ મેનેજર શ્રી કંસલે ત્યાં હાજર તમામ સામાન્ય પ્રતિનિધિઓને કોરોના રસીના બંને ડોઝ લેવાનો આગ્રહ કર્યો હતો. વાર્તાલાપ દરમ્યાન તેમણે તે સૌને આ પણ જણાવ્યું કે જીવ છે તો વિશ્વ છે.
તમે જીવ આપવાની વાત ન કરો આ જીવન અણમોલ છે અને આપની સમસ્યાઓને જલદીથી દૂર કરવાના પ્રયાસો કરીશું. મુસાફરોને ઉપલબ્ધ પેસેન્જર સુવિધાઓના નિરીક્ષણ દરમિયાન તેમણે આ સુવિધાઓ વધારવા સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચનાઓ પણ આપી હતી.