સોમવતી અમાસે સ્વામિનારાયણ ભગવાનને ડ્રેગન ફ્રૂટનો મનોરમ્ય મનોરથ
અમદાવાદ, ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર -અમદાવાદ ખાતે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અને પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભક્તિભાવથી ડ્રેગન ફ્રૂટનો મનોરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ ડ્રેગન ફ્રૂટનો કલાત્મક સજાવટ કરવામાં આવી હતી. વળી, શ્રાવણ વદ અમાસ – શ્રી સદ્ગુરુ દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની અધ્યક્ષતામાં શ્રાવણ માસની ‘શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર’ ગ્રંથની પુર્ણાહુતિ પ્રસંગે આરતી, પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.