સોમાલીયામાં કાર બોમ્બ વિસ્ફોટમાં 76 લોકોના મોત
મોગાદિશુ: સોમાલિયા (Somalia) ની રાજધાની મોગાદિશુ (Mogadishu) માં શનિવારે સવારે એક ચેક પોસ્ટ પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં 76 લોકોના મોત થયાં છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સરકારના પ્રવક્તા ઈસ્માઈલ મુખ્તાર ઉમરે કહ્યું કે અફગોઈ રોડ પર એક પોલીસ તપાસ ચોકીની પાસે આત્મઘાતી હુમલાખોરે પોતાના વાહનને ઉડાવી દીધુ હતું.
અલ-શબાબ – ઇસ્લામવાદી આતંકવાદીઓનું એક જૂથ, જે અલ-કાયદા સાથે સંકળાયેલું છે, તેણે 10 વર્ષથી વધુ સમયથી બળવો કરી રહ્યુ છે. તેને 2011 માં રાજધાનીની બહાર કરી દેવામાં આવ્યુ હતું. પરંતુ તે હજી પણ દેશના વિસ્તારોને નિયંત્રિત કરી રહ્યુ છે. સાક્ષીઓએ ઘટના સ્થળે હત્યાકાંડનું વર્ણન કર્યું હતુ અને તે મુજબ પોલિસ કાર્યવાહી કરી રહી છે.
બ્લાસ્ટની નજીક આવેલા સાકારિયે અબ્દુકાદિરે કહ્યું, “બધુ જ જોઈ શકું છું કે વિખેરાઇ ગયેલા મૃતદેહો … બ્લાસ્ટની વચ્ચે અને તેમાંના કેટલાક ઓળખાણ સિવાય સળગી ગયા.” ભૂતપૂર્વ આંતરિક સુરક્ષા પ્રધાને ઉમેર્યું, “અલ્લાહ આ બર્બર હુમલોના પીડિતો પર દયા કરે.”