સોલર એનર્જી માટે ૧૯૫૦૦ કરોડની વધુ ફાળવણી

નવીદિલ્હી, સોલર એનર્જી માટે ૧૯૫૦૦ કરોડની વધુ ફાળવણી કરવામાં આવી છે.જેમાં વર્ષ ૨૦૩૦ સુધી સોલર એનર્જી ક્ષમતા ૨૮૦ ગીગાવોટના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જાેગવાઇ કરી છે. કેન્દ્રીય નાણાપ્રધાન આજે ર્નિમલા સિતારમણે ૨૦૨૨-૨૦૨૩નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે.
આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી. કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા ઘણી મહત્વની જાહેરાત થઈ શકે છે. આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. આ વખતે ખેડૂતોમાં બુસ્ટર પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. તો બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લંબાવી શકે છે.
લોકસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે, અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણ છે. આ બજેટ ૨૫ વર્ષ માટે પાયો નાખશે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
આગામી નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ ૯.૨% રહેવાની ધારણા છે. સાથે જ નાણામંત્રીએ કહ્યું કે, વર્તમાન વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ ૯.૨% રહેવાનો અંદાજ છે, જે મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે.HS