સોલવન્ટ ભરેલું ટેન્કર અચાનક જ સળગી ગયું
વલસાડ: સંઘપ્રદેશ દમણના ઓધૌગિક વિસ્તાર ડાભેલમાં એક કંપનીમાં પાર્ક કરવામાં આવેલા સોલ્વન્ટ ભરેલા એક ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. જાેત જાેતામાં આખું ટેન્કર આગની જ્વાળાઓમાં લપેટાઇ જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જાેકે, વાપી અને દમણના ફાયર ફાઈટરની ટીમોએ જીવને જાેખમમાં મૂકીને ટેન્કરમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ભારે પ્રયાસો કર્યા હતા. બનાવની વિગતે વાત કરીએ તો દમણના ડાભેલ વિસ્તારમાં ભારત રેજીન નામની કંપનીના પરિસરમાં સોલવન્ટ ભરેલું ટેન્કર પાર્ક કરેલું હતું. આ ટેન્કરમાં અચાનક જ કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં ચાલકને ઇજા થઇ હતી. જેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જાેકે, ટેન્કરમાં મોટી માત્રામાં સોલવન્ટનો મોટો જથ્થો ભરેલો હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જાેત જાેતામાં આખું ટેન્કર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. મહત્ત્વપૂર્ણ છે કે સોલવન્ટ અત્યંત જ્વલનશીલ પદાર્થ હોય છે અને કંપનીના પરિસરમાં સોલવન્ટ ભરેલા ટેન્કરમાં આગ લાગવાની ઘટનાને કારણે કંપનીના કામદારો અને સંચાલકોના જીવ તાળવે ચોંટ્યાં હતાં. સાથે જ આસપાસની કંપનીઓના કામદારોના જીવ પણ તાળવે ચોંટ્યાં હતાં.
આખું ટેન્કર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હોવાથી બ્લાસ્ટ થવાની પણ સંભાવના હતી. આવી અતિ જાેખમી પરિસ્થિતિમાં પણ વાપી અને દમણના ફાયર ફાઇટરોની પાંચથી વધુ ટીમોએ ટેન્કરમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા કલાકો સુધી જહેમત ઉઠાવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે સોલ્વન્ટ ભરેલું ટેન્કર ભારત રેજિન નામની કંપનીના પરિસરમાં પાર્ક કરેલું હોવાથી તેમજ કંપનીમાં પણ અત્યંત જ્વલનશીલ પદાર્થનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહી રાખવામાં આવેલો હોવાથી કંપનીના કર્મચારીઓ અને કામદારોનાં જીવ પણ તાળવે ચોંટયાં હતાં. જાેકે, કોઇ અનિચ્છનીય બનાવ બને એ પહેલાં જ ફાયર ફાઇટરોની ટીમોએ જીવને જાેખમમાં મૂકીને પણ ટેન્કરમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા હતા.