સોલાની શાળામાંથી પાઈપો ચોરી જતાં ચોરને સિકયુરીટી ગાર્ડે ઝડપ્યો
માધુપુરામાં ટોરેન્ટનાં સબ સ્ટેશનમાંથી વીસહજારનાં ઢાંકણા
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગઈકાલે એક જ દિવસમાં શહેર પોલીસના ચોપડે ચોરીના ત્રણ બનાવો નોધાયા છે. એમાંય ખાસ કરીને ટોરેન્ટ કંપનીના સબ સ્ટેશનમાં મીટર પર લગાવેલાં મોંઘા ઢાંકણાઓની ચોરીની ફરીયાદ થઈ છે. જયારે અન્યમાં કેબલ વાયર તથા પાઈપોની ચોરીનાં બનાવ સામે આવ્યાં છે. જા કે પાઈપ ચોરને સિકયુરીટી ગાર્ડે રંગે હાથ ઝડપી લીધો હતો.
ગોતા રાજપુત સમાજ ભવનની બાજુમાં આવેલી શ્રી કાંચી શંકરા પબ્લીક સ્કુલમાં કામ કરતાં સિકયુરીટી ગાર્ડ સનોજ બસંતકુમાર યાદવએ સોલા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે કે ગઈકાલે પોતે ફરજ પર હાજર હતો
એ સમયે વહેલી સવારે ચાર વાગે એક શંકાસ્પદ શખ્સ લોખંડની પાઈપો સાથે જતો દેખાતાં સનોજ તથા તેનાં ભાઈએ શખ્સને અટકાવીને પાઈપો અંગે કડક પુછપરછ કરતાં મુકેશ માલસિંઘભાઈ કુશવાહ (૩૭) રહે. ગોતાબ્રીજ નીચે ગોતા મુળ ઈટાવા યુવી એ પોતે પાઈપો શાળામાંથી ચોરી હોવાનું કબુલ કર્યું હતું.જેથી સનોજે આ અંગે શાળાનાં ટ્રસ્ટ તથા પોલીસને જાણ કરી હતી. રંગેહાથ પકડાયેલાં મુકેશ નામના ચોરની પોલીસે કડક પુછપરછ હાથ ધરી છે.
ગઈકાલે બપોરે બાપુનગર હીરાવાડીમાં રહેતા અને મેમ્કો નરોડા રોડ ખાતે શુભમ એસ્ટેટમાં પોતાનું મોટર રીવાઈન્ડીગનું કારખાનું ધરાવતાં વેપારીએ ફરીયાદ નોધાવી હતી કે સોમવારે રાત્રે ફેકટરી બંધ કર્યા બાદ મંગળવારે પરત ફરતાં ફેકટરીનું શટર ઉચું કરી અજાણ્યા શખ્સો તેમાંથી ૬૦ હજારનાં તાંબાના વાયરો ચોરી ગયા હતા.
જયારે ટોરેન્ટ પાવર લીમીટેડમાં સીટી ઝોનલ શાહપુર ખાતે સિકયુરીટી ઓફીસર તરીકે નોકરી કરતાં જયંતીભાઈ મુળજીભાઈ પરમાર (પ૧) ગઈકાલે રૂટીનમાં શાહીબાગ વિસ્તારમાં તપાસ કરવા ગયા હતા. ત્યારે સ્પેકટ્રમ એ આઈબી ટાવરની ગલીમાં તથા શીલાલેખ નામના સબ સ્ટેશનમાં તપાસ કરતાં ટ્રાન્સફરમાં સ્વીચ ગીયરનાં ચાર ઢાંકણા ગાયબ હતા. જેમની કુલ કિંમત વીસ હજાર રૂપિયા થાય છે. જે અંગે જયંતીભાઈએ માધુપુરામાં અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.