Western Times News

Gujarati News

સોલાના પાર્ટી પ્લોટમાં ટાબરીયો ૪.૫૦ લાખના દાગીના સેરવી ફરાર

અમદાવાદ: હવે ધીમે ધીમે લગ્ન સિઝન જામતી જાય છે. એવામાં પાર્ટી પ્લોટોમાં દાગીના કે કેશ ભરેલી બેગની ઉઠાંતરી કરતી ટાબરીયા ગેંગ પણ સક્રિય થઈ રહી છે. આ ગેંગ સૂટબૂટમાં મહેમાનની જેમ આવે છે અને નજર ચૂકવી ચોરી કરી ફરાર થઈ જાય છે. સોલામાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં એક ટાબરીયો લગ્નમાં જમણવારમાં જમવા બેઠેલી મહિલાની નજર ચૂકવી ૪.૫૦ લાખના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો છે

મળતી માહિતી અનુસાર થલતેજના ગુલાબ ટાવર પાસે આવેલા ગૌરવ બંગલોમાં રહેતા દીપકભાઈ પટેલ એક એંજિનિયરીંગ કંપનીમાં નોકરી કરે છે. તેમની પિતરાઈ બહેન ખુશાલીના લગ્ન ગ્રીનવુડની સામે ઉમિયા ફાર્મમા રાખ્યા હતા. સહુ કોઈના મનમાં લગ્નનો ઉત્સાહ હતો. લોકો લગ્નમાં વ્યસ્ત હતા. લગ્નની વિધિ પત્યા બાદ પરિવાર એક સાથે જમવા બેઠો હતો. ત્યારે તેમના મોટા બા નિતા બા જમીને ઉભા થયા ત્યારે ટેબલ નીચે એમના પગ પાસે મૂકેલી બેગ જણાઈ આવી નહોતી.

જેથી નિતા બા એ પરિવાર ને જાણ કરી. જાણ કરતા જ આ બેગની ભાળ ન મળી. બેગમાં ૪.૫૦ લાખના દાગીના હતા. જેથી સોલા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી.

સોલા પોલીસે આ લગ્નની વિડીયોગ્રાફી જોતા જ તેમાં એક ટાબરીયો પરિવાર સાથે જમવા બેઠો હતો. ટાબરિયો લગ્નના પરિવાર સાથે જ સજીધજી ને જમવા બેઠો હતો અને મોકો મળતા જ તે બેગ સેરવીને જતો રહ્યો હોવાનો પુરાવો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે લગ્ન સીઝનમાં આ ટાબરિયા ગેંગ સક્રિય થતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.