સોલાપુરમાં કોંગ્રેસના ધારાસભ્યને ત્યાં દરોડા, ૭.૫ કરોડની રોકડ જપ્ત

Files Photo
સોલાપુર: આયકર વિભાગે સોલાપુરના ચિંચોલી એનઆઇડીસીમાં બૈતુલ ઓઈલ મિલ પર દરોડો પાડ્યો હતો. તેમની કાર્યવાહી રવિવારે રાત્રે શરૂ થઈ હતી. જેમાં અત્યાર સુધી રોકડા ૭.૫ કરોડ રૂપિયા જપ્ત કરાયા છે.
પુણે સ્થિત તપાસ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી. બૈતુલનાં ધારાસભ્ય અને ઉદ્યાગપતિ નિલય ડાગાના ઘર અને ઓફિસ પર ઈનકમ ટેક્સની રેડ દોડધામ મચી ગઈ હતી. જપ્ત કરાયેલી રકમને બેગ અને કોથળાઓમાં ભરવામાં આવી હતી. જાણકારી અનુસાર, નિલય ડાગાનો એક કર્મચારી રકમ લઈને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ભોપાલનાં આયકર વિભાગના ઈતિહાસમાં આ સૌથી મોટી રકમ પ્રાપ્ત થઈ હોવાની ઘટના છે.આયકર વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓ ચાર દિવસથી બૈતુલ, સતના, સોલાપુર અને કોલકાતામાં સ્થિત ૨૦ સ્થળોની તપાસ કરી રહ્યા છે. આમાં નિલય ડાગાના વિવિધ રહેણાંક સ્થળો સામેલ છે. પ્રતિબંધક ઓર્ડર કેટલાક સ્થળોએ મૂકવામાં આવ્યા છે. આ સિવાય ડાગા પરિવારના પાંચ બેંક લોકરની તપાસ કરવાની હજી બાકી છે.
આયકર વિભાગને તપાસ દરમિયાન ઘણી શેલ કંપનીઓ પણ મળી છે. આ કંપનીઓમાં આશરે ૨૦૦ કરોડના દસ્તાવેજાે મળી આવ્યા છે. તપાસ અધિકારીઓને શંકા છે કે, બ્લેકમનીને વાઈટમાં ફેરવવા માટે આ પ્રકારની કવાયત કરવામાં આવી છે.આયકર વિભાગે ડાગા પરિવારની બૈતુલ, સતના અને સોલાપુરની ઓઇલ મિલો, ક્રેડિટ સોફ્ટવેર કંપની, કોમોડિટીની દાલ મિલની ટ્રેડિંગ કંપની, જાહેર શાળાઓ, આવાસો અને મુંબઇ અને કોલકાતામાં ૨૦ સ્થળોએ એક સાથે ૨૦ દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીમાં કુલ ૮.૧૦ કરોડ રૂપિયાની રકમ મળી છે. ડાગા ભાઈઓ હજી સુધી આ સંપત્તિનો કોઈ સ્રોત કહી શક્યા નહીં.