સોલામાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગઃ 25થી વધુ લોકો ફસાયા
અમદાવાદ, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોતા નજીક જગતપુર ગામની સીમમાં બંધાયેલા ગણેશ જીનેસીસ બિલ્ડીંગના એક એપાર્ટમેન્ટમાં આજે બપોરે આગ ફાટી નીકળી હતી.
આ અંગેની વિગત એવી છે કે, જગતપુર ગામ નજીક ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે ગેસનો બાટલો ફાટવાના કારણે અથવા શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાની માહિતી મળી છે. જો કે હજુ સુધી સાચું કારણ જાણી શકાયું નથી. આ બિલ્ડીંગમાં લગભગ 25 જેટલા લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે . આગ લાગતાં જ ફ્લેટના લોકોમાં દોડધામ મચી ગઈ હતી . આગ લાગતાં જ લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી અને કેટલાંક લોકો ફ્લેટની બહાર નિકળી ગયા હતા. જાણવા મળતી માહિતી પ્રમાણે ફ્લેટના ધાબા પર હજુ પણ લોકો ફસાયા છે. પવનને કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે , ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આવેલા ફ્લેટ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે . આખી બિલ્ડીંગને ખાલી કરી દેવામાં આવી છે . જ્યારે 15 લોકો રેસ્કયુ કરીને બચાવી લેવામાં આવ્યા છે . ફસાયેલા લોકો બિલ્ડીંગની બાલ્કનીમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. છેલ્લે મળતી માહિતી પ્રમાણે ફાયર બ્રિગેડના લાશકરોએ આગ પર કાબુ મેળવી લીધો છે.
ગણેશ જીનેસિસ ફ્લેટમાં છઠ્ઠા માળે શોર્ટ સર્કિંટના કારણે આગ લાગી છે. આ ઘટનામાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ બિલ્ડિંગને બીયૂ પરમિશન નહોતું.#Ahmedabad #Fire #GaneshGenesis #video #Gujarat pic.twitter.com/PLLGL1fU6D
— Pankaj Sharma (Journalist) (@Anchor_Pankaj) July 26, 2019
ફાયર બ્રિગેડની ૩૧ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે . જગતપુર પાસેના ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આગની જાણ સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી તરત જ ફાયર બ્રિગેડની ગાડી જગતપુર પાસેના ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આગની જાણ સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી . તરત જ ફાયર બ્રિગેડની 10ની ગાડીઓ અને સ્નોર સ્કેલ ઘટના સ્થળે પહોંચ્યા છે .