સોલામાં તોડ કરતો નકલી PSI પોલીસને જાઈ ફરાર
લુંટારૂનો પીછો કરતા મહિલા પોલીસને એરગન મળી આવી |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે અનેક ગંભીર ગુનાઓ બની રહયા છે ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસનો આંતક પણ વધવા લાગ્યો છે શહેરના છેવાડાના વિસ્તારોમાં નકલી પોલીસ બનીને ત્રાટકતી લુંટારુ ટોળકીઓ રાહદારીઓ પર રોફ જમાવી તેને લુંટી રહી છે
ખાસ કરીને છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ કરાતા જ કેટલાક સ્થળો પર નકલી પોલીસ દ્વારા તોડ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેના પગલે શહેર પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું હતું અને ખાનગીરાહે વોચ પણ રાખવામાં આવતી હતી આવી ટોળકીઓને વાહન ચેકિંગના નામે ચાલકો પાસેથી મોટી રકમ પડાવતી હતી
આ દરમિયાનમાં સોલા પોલીસની સી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક શખ્સ પોલીસનો રોફ જમાવી તોડ કરતો જાવા મળ્યો હતો જેના આધારે તેની પુછપરછ કરવામાં આવતા તે ગભરાયો હતો અને પોલીસ વધુ કાર્યવાહી કરે તે પહેલા જ તે ભાગી છુટયો હતો.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ થતાં જ ઠેરઠેર વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે જેનો લાભ ગઠીયાઓએ ઉઠાવવાનું શરૂ કર્યું છે સામાન્ય દિવસોમાં નકલી પોલીસ બનીને ત્રાટકતા લુંટારુઓ નાગરિકોને લુંટતા હોય છે પરંતુ ટ્રાફિક નિયમનનો અમલ થતાં જ શહેરના છેવાડાના વિસ્તારોમાં આવી લુંટારુ ટોળકીઓ વાહન ચેકિંગ કરી રૂપિયા પડાવતી હતી
આ દરમિયાનમાં સોલા પોલીસ સ્ટેશનની સી ટીમ આવી ટોળકીઓને ઝડપી લેવા માટે તથા અન્ય ગુનાઓ અટકાવવા માટે ગઈકાલે પેટ્રોલીંગમાં હતી એ વખતે ઈન્ટાસ કંપનીની બાજુમાં આવેલા સોલા બ્રીજ નીચે રેલવે લાઈનથી હેબતપુર જવાના રસ્તા ઉપર એક શખ્સ સાદા કપડામાં કમરે પિસ્તોલ સાથે જતા દેખાયો હતો.
શંકાસ્પદ લાગતાં આ શખ્સને અટકાવીને અલ્પનાબેને પુછપરછ કરતાં તેણે પોતે પીએસઆઈ હોવાનું જણાવ્યું હતું તેની પાસે આઈકાર્ડ માંગતા તે ઘરે હોવાનું કહયુ હતું જેથી અલ્પનાબેને તેને પોલીસ સ્ટેશન આવવાનું કહેતા આ શખ્સ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને તક મળતાં જ ભાગ્યો હતો જેથી અલ્પનાબેને તેનો પીછો કરતાં શખ્સની કમરે લટકાવેલી પિસ્તોલ હાથમાં આવી હતી
જયારે તે ભાગવામાં સફળ રહયો હતો પિસ્તોલ તપાસતા તે એરગન નીકળી હતી અલ્પનાબેને આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા એરગન તથા અેક્ટિવા કબજે લઈને તેની શોધખોળ કરવાની કાર્યવાહી આદરી છે.